Gold Price Today, 18 December 2020: સોનું ખરીદવું હોય તો મોડું ના કરતા, કાલ કરતા આજે સસ્તું થયું છે સોનું
Gold, Silver Rate Update, 18 December 2020: કાલની શાનદાર તેજી પછી આજે સોનાની કિંમતમાં નરમાશ છે. જોકે, સોનું હજુ પણ 50 હજાર રૂપિયાની ઉપર ટકેલું છે. ચાંદીમાં પણ આજે ગિરાવટની સંભાવના છે.
નવી દિલ્લીઃ 17 December 2020ને ગુરુવારના રોજ સોના-ચાંદીના ભાવમાં શાનદાર તેજી જોવા મળી હતી. પણ આજે શરૂઆતી ટ્રેડિંગમાં સોના-ચાંદીમાં સામાન્ય નરમી સાથે ટ્રેડ શરૂ થયો છે. MCX પર સોનાનો ફરવરી વાયદો 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કમજોરી સાથે 50,288 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
MCX પર સોનાનો ભાવ
કાલે સોનામાં બીજા સેશનમાં જોરદાર તેજી જોવા મળી હતી, સોનું 749 રૂપિયા મજબૂત થઈ 50,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ગુરુવારે સોનાએ 50,642 રૂપિયાનો ઈંટ્રા ડે હાઈ પર ટચ કર્યો હતો. હાલમાં સોનામાં એક સિમિત દાયરામાં જ વ્યાપાર થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએકે, સોનાએ આ વર્ષે જ 57,100નું ઉચ્ચતમ સ્તર પણ ટચ કર્યું હતું. એ હિસાબે સોનું તેના સૌથી ઉંચા સ્તર કરતા 7 હજાર સસ્તું છે.
MCX પર ચાંદીનો ભાવ
ચાંદીમાં પણ શરૂઆતી ટ્રેડિંગમાં જ સામાન્ય નરમાશ જોવા મળી રહી છે. MCX પર ચાંદીનો માર્ચ વાયદો 380 રૂપિયાની ગિરાવટ સાથે 67,885 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. કાલે ચાંદીમાં શાનદારી તેજી જોવા મળી હતી. ચાંદી કાલે 2285 રૂપિયાની મજબૂતાઈ સાથે 68,267 રૂપિયા કિલો પર બંધ થઈ હતી. કાલે ચાંદીએ ખુબ લાંબી રેન્જમાં કારોબાર કર્યો હતો. કાલે ઈંટ્રાડેમાં ચાંદીએ 68,398ની ઉંચાઈ સર કરી હતી, અને ત્યાર બાદ ચાંદી 66,588ની નીચલી સપાટીએ પણ પહોંચી હતી. તેના એક દિવસ પહેલાં એટલેકે, બુધવારે ચાંદી 65,911 રૂપિયાના ભાવ પર બંધ થઈ હતી.
તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ
આવો એક નજર કરીએ દેશના ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કૈરેટ સોનાનો ભાવ શું ચાલી રહ્યો છે, Goodreturns.in મુજબ
10 ગ્રામ સોનાનો ભાવ
શહેર | સોનાનો ભાવ |
દિલ્લી | 52,970 |
મુંબઈ | 49,720 |
કોલકાતા | 51,770 |
ચેન્નઈ | 51,230 |
હવે જોઈએ આ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in મુજબ
1 કિલો ચાંદીનો ભાવ
શહેર | ચાંદીનો ભાવ |
દિલ્લી | 68,200 |
મુંબઈ | 68,200 |
કોલકાતા | 68,200 |
ચેન્નઈ | 71,400 |
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube