નવી દિલ્હીઃ Gold Price Today: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટના એક દિવસ બાદ સોનાના ભાવમાં (Gold Price Today) મોટો ઘટાડો થયો છે. સાથે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. જો તમે સોનું-ચાંદી ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો આ સારી તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરીવાળા સોનાના ભાવમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે. તો ચાંદી 0.01 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદીનો ભાવ (Gold Silver Price)
મોટા ઘટાડા સાથે એપ્રિલ ડિલિવરીવાળા ગોલ્ડની કિંમત આજે 0.25 ટકાના ઘટાડા સાથે 47792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહી છે. તો ચાંદી 0.01 ટકાના ઘટાડા સાથે 61351 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે. 


રેકોર્ડ હાઈથી 8400 રૂપિયા સસ્તું સોનું
સોનું પોતાની રેકોર્ડ હાઈથી 8400 રૂપિયા સસ્તું છે. વર્ષ 2022માં આ સમયે  MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56200 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. પરંતુ આજે સોનું ડિસેમ્બર વાયદા MCX પર 47792 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે એટલે કે આશરે 8400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 


આ પણ વાંચોઃ Tata Teleservices Limited: કંપનીનો એક નિર્ણય અને શેર બજારમાં દોડવા લાગ્યો ટાટા ગ્રુપનો આ શેર, લાગી અપર સર્કિટ


આ રીતે કરો શુદ્ધતાની ઓળખ
24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું હોય છે.
22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું હોય છે.
21 કેરેટ સોનાની ઓળખ માટે 875 લખેલું હશે.
18 કેરેટની જ્વેલરી પર 750 લખેલું હોય છે.
14 કેરેટ જ્વેલરી પર 585 લખેલું હોય છે. 


આ પણ વાંચોઃ Budget 2022 stocks: બજેટ બાદ આ સેક્ટરમાં દેખાશે તેજી, 7 શેર કરાવશે મોટી કમાણી, જાણો


આ રીતે જાણો સોના-ચાંદીનો ભાવ
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો તમે આ રીતે ભાવ જાણી શકો છો. ભાવ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. જો તમે ઘરે બેસીને પણ સોના-ચાંદીનો ભાવ જાણી શકો છો. આ માટે તમારે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરવો પડશે. ત્યારબાદ તમારા મોબાઇલ પર મેસેજ આવશે, જેમાં સોના-ચાંદીના ભાવ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube