Gold price today, 20 June 2022: સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. આજે શરાફા બજારમાં ભાવમાં સતત તેજી જોવા મળી. આમ છતાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ કરતા ઘણું સસ્તું વેચાઈ રહ્યું છે. સોનાની હાલની કિંમત જો ઓલ ટાઈમ રેટ સાથે સરખામણી કરીએ તો હજુ પણ સોનું 6 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 ગ્રામ સોનાનો ભાવ
10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 47,750 થયો છે. જ્યારે છેલ્લે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ 47,650 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ સોનાના ભાવમાં પણ 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. જે પ્રતિ 10 ગ્રામ Rs 52,080 થયો. છેલ્લે બજાર બંધ થયું ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 51,980 રૂપિયા હતો. 


શું છે ચાંદીનો ભાવ
સોમવારે સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદીની કિંમત પ્રતિ કિલો 61,000 રૂપિયાના સ્તરે પહોંચી. જો તેને ગત કારોબારી દિવસની કિમત સાથે સરખાવીએ તો તેની કિંમત છેલ્લે બજાર બંધ થયું ત્યારે પ્રતિ કિલો 60,900 હતી. એટલે કે 100 રૂપિયા વધારો નોંધાયો છે. 


ઓલટાઈમ હાઈથી કેટલું વધ્યું સોનું
જો સોનાના ઓલ ટાઈમ હાઈ રેટ સાથે સરખામણી કરીએ તો તેની કિંમતમાં 6250 રૂપિયા ઘટાડો છે. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 54000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગઈ હતી.  


વૈશ્વિક બજારોમાં સોનામાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલરમાં મજબૂતાઈના કારણે શરાફાની માંગણી પર અસર પડી છે. ડોલર ઈન્ડેક્સ સ્વરૂપમાં હાજર સોનું 0.2 ટકા ઘટીને 1,836.67 ડોલર પ્રતિ ઔંસ હતું. જે લગભગ બે દાયકામાં પોતાના ઉચ્ચતમ સ્તરની આસપાસ હતું. મજબૂત ડોલર વિદેશી ખરીદારો માટે ગ્રીનબેક-કિંમતવાળા બુલિયનને ઓછું આકર્ષક બનાવે છે. હાજર ચાંદી 0.7 ટકા ઘટીને 21.49 ડોલર પ્રતિ ઔંસ પર છે. આજે અમેરિકામાં જાહેર રજા હોવાના કારણે વિશ્લેષકોને સોનામાં ઓછા ઉતાર ચઢાવની આશા છે. અમેરિકામાં સ્ટોક અને બોન્ડ બજાર જૂનટીનવે રજાને કારણે સોમવારે બંધ રહેશે. 


કેટલાક શહેરોમાં સોનાનો આજનો ભાવ


ચેન્નાઈ : Rs 47,850


મુંબઈ: Rs 47,750


દિલ્હી: Rs 47,780


કોલકાતા: Rs 47,780


બેંગ્લુરુ: Rs 47,780


હૈદરાબાદ: Rs 47,550


કેરળ: Rs 47,750


અમદાવાદ: Rs 47,760


જયપુર: Rs 47,900


લખનઉ: Rs 47,900


પટણા: Rs 47,800


ચંડીગઢ: Rs 47,900


ભુવનેશ્વર: Rs 47,780


(Disclaimer: The prices are just indicative collected from various sources. You must collate the price with your jeweller before investing/purchasing.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube