Gold, Silver Rate Update, 22 March 2021: MCX પર સોનાના એપ્રિલ વાયદા આજે ખુબ જ નાના દાયરામાં વેપાર કરી રહ્યા છે. શુક્રવારે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે સોનામાં હળવી સુસ્તી સાથે શરૂઆત થઈ છે. પરંતુ રેટ બિલકુલ ફ્લેટ છે. છેલ્લા બે અઠવાડિયામાં સોનું પહેલીવાર શુક્રવારે 45000 રૂપિયાની ઉપર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ચાંદી 1000 રૂપિયા સસ્તી
સોનામાં સુસ્તીનો આલમ એ છે કે જો શુક્રવારના ભાવ  (45021/10 ગ્રામ) ની સરખામણી તેના ગત અઠવાડિયાની કિંમત (44750/10 ગ્રામ) સાથે કરીએ તો 271 રૂપિયાનો વધારો જોવા મળે છે. જો ચાંદીની વાત કરીએ તો MCX પર ચાંદીનો મે વાયદો લગભગ 1000 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. 


વર્ષ 2021ની શરૂઆતમાં સોનું 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર હતું. આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 45000 રૂપિયાની આસપાસ છે. એટલે કે ત્રણ મહિનામાં સોનું લગભગ 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ચૂક્યું છે. સોનું બે અઠવાડિયા પહેલા 44750 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું હતું. 


MCX Gold: શુક્રવારે સોનામાં 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના એક દાયરામાં રહીને જ વેપાર થતો જોવા મળ્યો. અંતમાં MCX પર સોનાનો એપ્રિલ વાયદો ફક્ત 70 રૂપિયા જેવા મામૂલી વધારા સાથે બંધ થયો. જો કે ઈન્ટ્રા ડેમાં સોનું 45000 રૂપિયા ઉપર ગયું હતું પરંતુ વધુ સમય સુધી ટકી શક્યું નહીં. 


ગત અઠવાડિયે સોનાની ચાલ


દિવસ                  સોનું (MCX એપ્રિલ વાયદો)       

સોમવાર                44900/10 ગ્રામ
મંગળવાર               44813/10 ગ્રામ
બુધવાર                 44840/10 ગ્રામ
ગુરવાર                 44951/10 ગ્રામ
શુક્રવાર                 45021/10 ગ્રામ


સોનું ઉચ્ચતમ સ્તરથી 11,200 રૂપિયા સસ્તું
ગત વર્ષ કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,191 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા. ગત વર્ષે સોનાએ 43 ટકા રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટી ચૂક્યું છે. સોનું MCX પર 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે એટલે કે લગભગ 11200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 


MCX Silver: આજે MCX પર ચાંદીનો મે વાયદો પણ 1000 રૂપિયા પ્રતિ કિલો સસ્તું રહી ચૂક્યું છે. ચાંદી 66537 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહી છે. શુક્રવારે MCX પર ચાંદીના મે વાયદામાં ઉતાર ચઢાવ સાથે વેપાર થયો હતો. અંતમાં ચાંદી 220 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને બંધ થઈ. એટલે કે બે દિવસમાં ચાંદી લગભગ 1200 રૂપિયાથી વધુ સસ્તી થઈ ચૂકી છે. 


ગત અઠવાડિયે ચાંદીની ચાલ


દિવસ                 ચાંદી (MCX- મે વાયદો)


સોમવાર               67669/કિલો 
મંગળવાર              66919/કિલો 
બુધવાર                67227/કિલો 
ગુરુવાર                67747/કિલો 
શુક્રવાર                67527/કિલો 


ચાંદી પોતાના ઉચ્ચતમ સ્તરથી 13,450 રૂપિયા સસ્તી
ચાંદીનું અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. એ રીતે જોઈએ તો ચાંદી પણ પોતાના ઉચ્ચતમ સ્તરથી 13450 રૂપિયા સસ્તી છે. આજે ચાંદીનો મે વાયદો 66500 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ  કરી રહ્યો છે. 


જો કે India Bullion and Jewellers Association એટલે કે  IBJA મુજબ શરાફા બજાર (સોના બજાર)ના ભાવમાં આ મહિને સતત ઘટાડો જોવા મળ્યો છે. એક માર્ચના રોજ સોનાના રેટ શરાફા બજારમાં 45976 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જે શુક્રવારે  44937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. એટલે કે 22 દિવસમાં સોનું લગભગ 1000 રૂપિયા સસ્તુ થયું છે. ચાંદી આ 22 દિવસમાં 1900 રૂપિયા સસ્તી થઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube