નવી દિલ્હી: સ્થાનિક સોની બજારમાં સોનું 81 રૂપિયાના ઘટાડા સાથે 46,976 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણાકરી આપી છે. આ પહેલાં કારોબારી સત્રમાં સોનાનો ભાવ 47,057 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો છે. બજારોના જાણકાર અનુસાર ડોલરના મુકાબલે રૂપિયાના દરમાં સુધારો આવતાં સોની બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પણ આ દરમિયા 948 રૂપિયા પ્રતિ કિલો રહી હતી. આ દરમિયાન કારોબારી સત્રમાં આ 68,971 રૂપિયા પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો 24 રૂપિયાની તેજી સાથે 74.77 રૂપિયા પ્રતિ ડોલર થઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સામાન્ય વધારા સાથે 1,779 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયા, જ્યારે ચાંદીનો ભાવ 26.02 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ અપરિવર્તિત રહ્યો. ડોલરમાં નબળાઇ અને મહામારીની ચિંતાને લઇને સોનાના ભાવમાં સમર્થન મળી રહ્યું છે.  

"તું બહુ હોટ લાગે છે" કહીને કરી છેડતી, અને પછી બહાદુર યુવતિએ કર્યું આવું કારનામું


સોમવારે વાયદા બજારમાં સોનાનો ભાવ 97 રૂપિયા ઘટીને 47,435 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં જૂન મહિનાની ડિલિવરી માટે સોનાના ભાવમાં 97 રૂપિયા એટલે કે 0.2 ટકા તૂટીને 47,435 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. વિશ્લેષકોના અનુસાર સોનાના ભાવમાં નરમાઇના કારણે માંગમાં ઘટાડાની સાથે સ્પર્ધકોનો સોદો ઘટાડી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube