નવી દિલ્લીઃ Gold Price Today 30 December 2020: MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો 100 રૂપિયાની મજબુતાઈ સાથે 50,130 રૂપિયે પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યો છે. જોકે, મંગળવારે પણ સોનામાં સામાન્ય તેજી જોવા મળી. સોનું કાલે ઈંટ્રા ડેમાં 50,800ની પાર પણ ગયું હતું. જોકે, લાંબો સમય સુધી તેના પર ટકીને ન રહી શક્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલાં દિવસોનો આજ ટ્રેંડ સોમવારે પણ જોવા મળ્યો હતો. સોમવારે સોનું ઈંટ્રા ડેમાં 50,500 રૂપિયાને પાર સુધી ગયું હતું. જોકે, છેલ્લાં કલાકમાં સોનામાં સામાન્ય નફાવસુલી પણ જોવા મળી. જેનાથી એ 50,000 રૂપિયાની નીચે પણ ભાવ ગયો. અંતમાં ભાવ 50,013 પર બંધ થવામાં સફળ રહ્યો.


Petrol Price Today 30 December 2020 Updates: સતત 23માં દિવસે પણ નથી વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ


જોકે, ચાંદીમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. MCX પર ચાંદીનો માર્ચનો વાયદો મંગળવારે 68,000 થી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. આજે MCXપર ચાંદીનો માર્ચ વાયદો 700 રૂપિયાની તેજી સાથે 68,750 રૂપિયા પ્રતિ કિલોની ઉપર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ચાંદીના ભાવમાં સામાન્ય બદલાવ જોવા મળ્યો હતો. એનાથી પહેલાં સોમવારે પણ છેલ્લાં ક્લાકમાં આવેલી નફાવસુલીન કારણે 69,000 રૂપિયાની નીચે ગગડી ગઈ હતી. ત્યારથી જ ચાંદી 69,000 રૂપિયાના સ્તર પર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.


માત્ર 30 મિનિટમાં મળશે હોમ લોન, કાર લોન! આ બેંકે શરૂ કરી નવી સુવિધા


તમારા શહેરમાં સોના-ચાંદીનો ભાવ


આવો એક નજર નાંખીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કૈરેટ સોનાનો ભાવ શું ચાલી રહ્યો છે, Goodreturns.in મુજબ


10 ગ્રામ સોનાનો ભાવ
શહેર    સોનાનો ભાવ
દિલ્લી    53,250
મુંબઈ    50,230
કોલકાતા    52,160
ચેન્નઈ    51,480


હવે જોઈએ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in મુજબ


1 કિલો ચાંદીનો ભાવ
શહેર    ચાંદીનો ભાવ
દિલ્લી    68,000
મુંબઈ    68,000
કોલકાતા    68,000
ચેન્નઈ    72,000


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube