નવી દિલ્હી: જો તમે હાલના સમયમાં સોનું ખરીદવા વિશે વિચારી રહ્યા હોવ ત હાલ તમારી પાસે સારી તક છે. તમે સોનાના ઓલ ટાઈમ હાઈ રેટથી ઘણી ઓછી કિંમતમાં સોનું ખરીદી શકો છો. જો આપણે સોનાના આજના ભાવની સરખામણી તેના ઓલ ટાઈમ હાઈ રેટ સાથે કરીએ તો સોનું હજું પણ 7300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આજે સોનાનો ભાવ
ગુડ રિટર્ન્સ વેબસાઈટના આંકડા મુજબ મંગળવારે 22 કેરેટ સોનાના ભાવ 48,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો. અત્રે જણાવવાનુંકે આ અગાઉ ગઈ કાલે સોનાનો ભાવ 48000 રૂપિયા પર બંધ થયો હતો. એક રીતે જોઈએ તો સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 


જો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે તેમાં 130 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો છે. મંગળવારે 24 કરેટ સોનાનો ભાવ 52,470 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. જે ગઈ કાલે 52,340 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. 


રેકોર્ડ રેટથી 7300 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે સોનું
વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોંચી ગયું હતું. ઓગસ્ટ 2020માં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યું હતું. જો આજે આપણે સોનાના હાલના ભાવની સરખામણી સોનાના ઓલટાઈમ હાઈ રેટ સાથે કરીએ તો તમે જાણી શકશો કે સોનું હાલ ઓલ ટાઈમ હાઈ રેટ કરતા 7,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. 


આજે ચાંદીનો ભાવ
જો આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે ચાંદીના ભાવમાં 1100 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે. જેના લીધે આજે ચાંદીની કિંમત 58,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube