Gold Rate Today: બાપરે...સોના-ચાંદીના ભાવમાં તો જબરી ઉથલપાથલ! લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Price 7 February 2024: સોના અને ચાંદીના ભાવમાં બુધવારે નરમાઈ જોવા મળી રહી છે. ઘરેલુ બજારોની સાથે કોમેક્સ ઉપર પણ ભાવ તૂટ્યો છે. જો કે શરાફા બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
Gold Price 7 February 2024: સોના અને ચાંદીના ભાવમાં બુધવારે નરમાઈ જોવા મળી રહી છે. ઘરેલુ બજારોની સાથે કોમેક્સ ઉપર પણ ભાવ તૂટ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડનો રેટ અઠવાડિયાના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં ચાલી રહેલી મજબૂતાઈ છે. જો કે શરાફા બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
ઘરેલુ બજારમાં સોનું અને ચાંદી
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનાનો ભાવ MCX પર 85 રૂપિયા તૂટીને 62489 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ પણ 180 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ કિલો 70410 રૂપિયા ટ્રેડ થઈ રહ્યો છે.
શરાફા બજારમાં ભાવ
શરાફા બજારમાં સોના અને ચાંદીની વાત કરીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 157 રૂપિયા વધીને 62636 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 144 રૂપિયા વધીને 57375 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદી હાલમાં સામાન્ય ઘટાડો છે અને પ્રતિ કિલો 235 રૂપિયા ઘટીને હાલ 69749 રૂપિયાના સ્તરે છે.
વિદેશી બજારમાં ભાવ
ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં મજબૂતાઈથી કોમેક્સ પર સોનાના ભાવમાં ઘટાડો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 2050 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ પણ 22.50 ડોલર પ્રતિ ઔંસ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે અમેરિકી આર્થિક આંકડાના દમ પર ડોલર ઈન્ડેક્સ 104 અને 10 યર બોન્ડ યીલ્ડ 4 ટકા આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube