Gold Price Today: સોનું ખરીદવા માટે છે `સુવર્ણ` સમય, સતત ત્રીજા દિવસે ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
Gold Price Today 8th July 2022: સોના અને ચાંદીના ભાવમાં અઠવાડિયાના છેલ્લા દિવસે પણ ઘટાડો નોંધાયો. શુક્રવારે સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં નબળાઈ આવી. એક અઠવાડિયા પહેલા સરકાર તરફથી સોનાની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી સોનાના ભાવમાં તેજી આવી હતી.
Gold Price Today 8th July 2022: સોના અને ચાંદીના ભાવમાં અઠવાડિયાના છેલ્લા દિવસે પણ ઘટાડો નોંધાયો. શુક્રવારે સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં નબળાઈ આવી. એક અઠવાડિયા પહેલા સરકાર તરફથી સોનાની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી સોનાના ભાવમાં તેજી આવી હતી. મંગળવારે 52 હજાર રૂપિયા ઉપર બંધ થનારું સોનું હવે 51 હજાર રૂપિયાની નીચે ચાલી રહ્યું છે. શુક્રવારે ચાંદીના ભાવમાં પણ હળવો ઘટાડો નોંધાયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે સોનામાં મામૂલી તેજી અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો.
ચાંદીનો ભાવ 255 રૂપિયા તૂટ્યો
ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલા ભાવ મુજબ શરાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 6 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 50877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. એ જ રીતે ચાંદીના ભાવ 255 રૂપિયા પ્રતિ કિલો તૂટીને 56626 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. વેબસાઈટ મુજબ 23 કેરેટ ગોલ્ડ 50673 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટવાળું સોનું 46606 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 20 કેરેટ સોનું 38158 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું.
સોના અને ચાંદીના MCX પર રેટ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે બપોરે લગભગ એક વાગ્યાની આજુબાજુ સોનું લીલા નિશાન અને ચાંદી લાલ નિશાન સાથે કારોબાર કરતી જોવા મળી. બપોરે એક વાગ્યે સોનું 50,663 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. જ્યારે ચાંદીનો ભાવ 56,807 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો. અત્રે જણાવવાનું કે IBJA ના રેટથી અલગ 3 ટકા જીએસટી પણ લાગે છે.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube