Gold Price Today: આજે 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું સોનું, જાણો શું છે નવી કિંમત
દિલ્હીની સોની બજારમાં મંગળવારે 22 કેરેટ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુડ રિટર્ન વેબસાઇટ અનુસાર આજે 22 કેરેટ સોનાની કિંમતમાં 600 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ આ મહિનાની પહેલી તારીખ એટલે કે 1 નવેમ્બરે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. 1 નવેમ્બર, મંગળવારે દિલ્હીની સોની બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સિવાય સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી પણ ખુબ સસ્તું મળી રહ્યું છે. આ પ્રમાણે સોનું ખરીદવાની સારી તક છે.
દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ
દિલ્હીની સોની બજારમાં મંગળવારે 22 કેરેટ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુડ રિટર્ન વેબસાઇટ પર રહેલા આંકડા અુસાર આજે 22 કેરેડ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થયો છે. ઘટાડા બાદ દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. પાછલા કારોબારમાં સોનાની કિંમત 46,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
આ પણ વાંચો- છૂટામાંથી મળશે છુટકારો: RBI લોન્ચ કરશે Digital Rupee, કેશ રાખવાની ઝંઝટ નહી!
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ
22 કેરેટ સોનાની સાથે 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુડ રિટર્ન વેબસાઇટ અનુસાર મંગળવારે 24 કેરેટ સોનાના ભાવમાં 660 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનું 50180 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. તેનાથી પાછલા કારોબારમાં 24 કેરેટ સોનાની કિંમત 50840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
ઓલ ટાઈમ હાઈ રેટના મુકાબલે કિંમત
વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોંચી ગયો હતો. ઓગસ્ટ, 2020માં સોનાનો ભાવ 55400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. આજે બજારમાં 22 કેરેટ સોનાની કિંમત 46750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આજના ભાવ સાથે ઓલ ટાઈમ હાઈ રેટની તુલના કરો તો સોનું 9400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube