Gold Price Today 30-03-2021:  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં આજે સોનાનો ભાવ 792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટ્યો છે. MCX પર ગોલ્ડનો લેટેસ્ટ ભાવ 43,850 રૂપિયા છે જે ગઈ કાલ કરતા 792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછો છે. કોમોડિટી એક્સપર્ટના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં ઘટાડો 5 એપ્રિલના રોજ April contract expiry અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિના કારણે થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે સોનાનો MCX વાયદો 44,000ની નીચે ગયો હતો. આ દરમિયાન સોનાએ 43320 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઈન્ટ્રા ડેને પણ સ્પર્શી ગયો. જો કે આજે MCX પર સોનાના એપ્રિલ વાયદામાં 250 રૂપિયાની હળવી મજબૂતી જોવા મળી રહી છે. જો કે ભાવ હજુ પણ 44,000 રૂપિયાની નીચે જોવા મળી રહ્યા છે. 


આઈઆઈએફએલ સિક્યુરિટીઝમાં કોમોડિટીઝ અને કરન્સી ટ્રેડના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ ગોલ્ડ પ્રાઈઝ આઉટલૂક પર વાત કરતી કહ્યું કે ગોલ્ડ પ્રાઈઝમાં આ ક્રેશ એપ્રિલ કોન્ટ્રાક્ટ એક્સપાયરીની તેજી આવવાથી અને યુએસ બોન્ડ યીલ્ડમાં કઈંક હદે તેજી આવવાના કારણે થયો છે. એપ્રિલમાં સોનાના કોન્ટ્રાક્ટથી લઈને જૂનના સોનાના કોન્ટ્રાક્ટ સુધી તેમના પદો પર બધુ મળીને સોનાની કિંમતમાં 1700 ડોલર પ્રતિ ઔંસના સ્તરે મજબૂત સ્પોર્ટ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત માટે મજબૂત સ્પોર્ટ બની રહેવાની આશા છે. 


દિવસ              સોનું (MCX એપ્રિલ વાયદો)


સોમવાર                  44905/10 ગ્રામ
મંગળવાર                44646/10 ગ્રામ
બુધવાર                  44860/10 ગ્રામ
ગુરુવાર                   44695/10 ગ્રામ
શુક્રવાર                   44642/10 ગ્રામ 


સોનું ઉચ્ચતમ સ્તરથી 12400 રૂપિયા સસ્તું
ગત વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ રોકાણ કર્યું હતું.  ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટી ચૂક્યું છે. સોનું MCX પર 43800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રડ કરી રહ્યું છે એટલે કે લગભગ 12400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 


MCX સિલ્વર: ચાંદીમાં પણ ખરીદીની તક છે. સોમવારે ચાંદીમાં 646 રૂપિયા પ્રતિ કિલોની નબળાઈ આવી હતી. જે આજે પણ ચાલુ છે. MCX પર ચાંદીનો મે વાયદો આજે 300 રૂપિયાની નબળાઈ સાથે 63880 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. ગત અઠવાડિયે સોમવારે ચાંદી 66331 રૂપિયા પ્રતિ કિલો પર હતી. અઠવાડિયામાં ચાંદી 2200 રૂપિયા તૂટી ચૂકી છે. 


સોનાના રોકાણકારોએ ધ્યાનમાં રાખવાની વિભિન્ન સ્તરોનું અનાવરણ કરતા મોતીલાલ ઓસવાલના રિસર્ચર-ઉપાધ્યક્ષ અમિત સજેજાના જણાવ્યાં મુજબ 'કોઈ પણ સોનાના મોટા મૂલ્ય પર સોનું ભેગુ કરી શકે છે. કારણ કે સોનાની કિંમત 45,500 રૂપિયાથી લઈને 45,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી વધુ છે. તે જલદી 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી જશે.'


Petrol Price Today 30 March: હોળી બાદ લોકોને મળી રાહત, વળી પાછા ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત


Old Vehicles: જૂની ગાડી વાપરનારાઓ થઈ જાઓ સાવધાન...ભરવો પડશે હવે આ ટેક્સ


PM Modi વિશે મુકેશ અંબાણીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં આવી અવસરોની સુનામી'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube