Gold Price Today: સોના ચાંદીના ભાવમાં ઘટાડો, કેટલા રૂપિયા ઘટ્યો રેટ, જાણો આજનો ભાવ
દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. સામાન્ય રીતે, લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થાય છે
Gold Price Today: દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. સામાન્ય રીતે, લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થાય છે. જો કે, આ વખતે કોરોનાને કારણે લાગુ લોકડાઉનને કારણે, લગ્ન ઓછા થઈ રહ્યા છે. આ જ કારણ છે કે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી નથી. સોનું તેના ઓલ-ટાઇમ હાઈ કરતા ઘણી સસ્તું વેચાઈ રહ્યું છે
સોનું હાલમાં તેના રેકોર્ડ હાઈથી લગભગ 9 હજાર રૂપિયા (Gold Become Nine Thousand Rupees Cheaper Than Record High) સસ્તું છે. ઓગસ્ટ 2020 માં 10 ગ્રામ સોનાનો ભાવ (10 Gram Gold Price Today) 56 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે. પરંતુ જો આપણે હાલના સમયની વાત કરીએ તો સોનાનો ભાવ (Gold rate Today) હાલમાં 46-47 હજાર રૂપિયાની વચ્ચે છે.
આ પણ વાંચો:- Bill Gates સાથે છૂટાછેડા પછી અરબો ડોલરની માલિક બની ગઈ Melinda, આ કંપનીઓમાં મળ્યા શેર
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની (IBJA) વેબસાઇટ અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 47,575 હતી એટલે કે શુક્રવારે બજાર ખુલ્યું હતું, જે લગભગ 100 રૂપિયા ઘટીને 47,484 પર બંધ થયું હતું. ગુરુવારના દરની તુલનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો:- PAN CARD માં ઓનલાઈન બદલી શકો છો નામ સહિત આ વસ્તુઓ, જાણો આખી પ્રક્રિયા
ગુરુવારે બજાર ખુલતા સમયે 10 ગ્રામ સોનાનો ભાવ 47,110 હતો જે બંધ સમયે ઘટાડા સાથે 46,992 પર પહોંચ્યો હતો. તે જ સમયે, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, 1 કિલો ચાંદીનો ભાવ (Silver Price Today) 71,073 હતો જે બંધ થતાં સમયે ઘટીને 70,835 થયો હતો.
આ પણ વાંચો:- SBI ના ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર, બેંકે જાહેર કર્યા આ 2 ખાસ નંબર, જાણો વિગતો
તમને જણાવી દઇએ કે, IBJA એટલે કે ઈન્ડિયન બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા દરોને આખા દેશમાં માનવામાં આવે છે. જો કે GST આ વેબસાઇટ પર અપાયેલા દરમાં શામેલ નથી. સોનાની ખરીદી અને વેચાણ કરતી વખતે, તમે IBJA ના દરનો સંદર્ભ લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube