નવી દિલ્હીઃ Gold Price Today 11th May 2021 : સોના-ચાંદીના ભાવમાં આજે પણ ફેરફાર જોવા મળ્યો છે. પાછલા વર્ષની જેમ બન્ને ધાતુમાં તેજી આવી રહી છે. આજે સોની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 47807 રૂપિયા પર ખુલ્યો, જ્યારે ચાંદીનો હાજર ભાવ 889 રૂપિયા ઘટીને 70807 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ  (ibjarates.com)  પ્રમાણે 11 મે 2021ના દેશભરની સોની બજારોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રકારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયા બુલિટન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે આજે સોની બજારોમાં 23 કેરેટ સોનાનો એવરેજ ભાવ 47616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો, 22 કેરેટ સોનાનો ભાવ 43791 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 35855 રૂપિયા પર પહોંચી ગયો છે. મહત્વનું છે કે ઈન્ડિયાન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી રેટ અને તમારા શહેરના ભાવમાં 500-100 રૂપિયાનું અંતર હોઈ શકે છે. 


ધાતુ  11 મેનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 10 મેનો ભાવ (રૂપિયા/10 ગ્રામ

ભાવમાં ફેરફાર

Gold 999 (24 કેરેટ) 47807 47788 19
Gold 995 (23 કેરેટ) 47616 47597 19
Gold 916 (22 કેરેટ) 43791 43774 17
Gold 750 (18 કેરેટ) 35855 35841 14
Gold 585 ( 14 કેરેટ) 27967 27956 11
Silver 999 70807 Rs/Kg 71696 Rs/Kg -889 Rs/Kg

આ પણ વાંચોઃ ભાડુઆતો માટે રાહતના સમાચાર! આધાર કાર્ડમાં હવે ઘરે બેઠા ચપટીમાં ચેન્જ કરી શકશો તમારું સરનામું


IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે  IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વમાન્ટ છે. પરંતુ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી (GST) સામેલ કરવામાં આવતું નથી. સોનું ખરીદતા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે  ibja દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીનો કરન્ટ રેટ લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીના કરન્ટ રેટ કે હાજર ભાવ દરેક જગ્યાએ અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં સામાન્ય અંતર હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube