નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે સોના અને ચાંદીની કિંમત (Gold and Silver price) માં ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં સોનાના ભાવમાં 15 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 44,949 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં સોનાનો ભાવ 44,964 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે માંગમાં ઘટાડો અને વૈશ્વિક સ્તર પર નબળા વલણને કારણે દિલ્હીમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીની કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ચાંદીની કિંમતમાં 216 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે. તેનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમત 64,222 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદીની કિંમત  64,438 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી હતી. 


આ પણ વાંચોઃ એક જ દિવસમાં 1 લાખ લોકો વાયરસની ઝપેટમાં આવતા Stock Market ને લાગ્યું કોરોનાનું ગ્રહણ


એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે કહ્યુ, નબળી માંગ વચ્ચે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 15 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો. 


વૈશ્વિક સ્તર પર સોના-ચાંદીની કિંમત
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના તથા ચાંદીનાવ ભાવની વાત કરવામાં આવે તો સોનાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યા છે. કોમેક્સ પર સોનું 1,727 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ રીતે ચાંદીની કિંમત 24.78 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube