Gold Price Today, 13 April 2021: સોનું 10,000 રૂપિયા સસ્તું! એક દિવસમાં ચાંદી 850 રૂપિયા તૂટી
સોનાના (Gold) ભાવ હવે એક સ્તર પર આવીને અટકી ગયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કિંમત 46,400 ની આસપાસ જોવા મળી રહી છે. ચાંદીમાં (Silver) સોમવારે જોરદાર ઘટડો જોવા મળ્યો હતો
Gold Price Today: સોનાના (Gold) ભાવ હવે એક સ્તર પર આવીને અટકી ગયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કિંમત 46,400 ની આસપાસ જોવા મળી રહી છે. ચાંદીમાં (Silver) સોમવારે જોરદાર ઘટડો જોવા મળ્યો હતો. ચાંદી (Silver Price) સોમવારના 850 રૂપિયા પ્રતિ કિલો તૂટવાની સાથે બંધ થઈ હતી.
MCX Gold: સોમવારે MCX પર સોનાના જૂન વાયદામાં ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. સોનું ઇન્ટ્રા ડેમાં 46777 સુધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ તેમાં અચાનક વેચાણ શરૂ થઈ ગયું, અંતે સોનું લગભગ 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સોનું એકદમ નાની રેન્જમાં વેપાર કરી રહ્યું છે. એક પ્રકારે સોનું ગઈકાલના લેવલ પર જ જોવા મળી રહ્યું છે. જો કે, રેટ અત્યારે પણ 46,400 ની ઉપર છે. ગત અઠવાડિયે સોનું 1995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મજબૂત થયું છે.
આ પણ વાંચો:- પાકિટમાં વધારે રૂપિયા લઈને ફરવાની જરૂર નથી, અપનાવો આ શ્રેષ્ઠ વિકલ્પ
ગત અઠવાડિયે સોનાની ચાલ
દિવસ | સોનું (MCX જૂન વાયદો) |
સોમવાર | 44598 / પ્રતિ 10 ગ્રામ |
મંગળવાર | 45919 / પ્રતિ 10 ગ્રામ |
બુધવાર | 46362 / પ્રતિ 10 ગ્રામ |
ગુરૂવાર | 46838 / પ્રતિ 10 ગ્રામ |
શુક્રવાર | 46593 / પ્રતિ 10 ગ્રામ |
આ પણ વાંચો:- ઇન્જેક્શનની અછત નથી તો તેના માટે લોકોની લાંબી લાઈનો કેમ? HC નો સરકારને સવાલ
સોનું હાઈ સપાર્ટીથી લગભગ 10,000 રૂપિયા સસ્તું
ગત વર્ષે કોરોના મહામારીને કારણે સોનામાં જોરદાર રોકાણ થયું હતું. ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયા હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. ગત વર્ષ સોનાએ 43 ટકા રિટર્ન આપ્યું હતું. જો હાઈ સપાટીની સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટ્યું છે. સોનું MCX પર 46400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કર રહ્યું છે, એટલે કે લગભગ 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
આ પણ વાંચો:- Ahmedabad: કોરોના દર્દી અને તેના સ્વજનો માટે જાહેર કરાયો 24x7 હેલ્પલાઇન નંબર, અહીં મળશે તમામ માહિતી
MCX Silver: સોમવારે મોટા ઘટાડા બાદ MCX પર ચાંદીમાં પણ વધારે હલચલ નથી. MCX પર ચાંદી મે વાયદા સોમવારના 850 રૂપિયા પ્રતિ કિલો તૂટી 66128 રૂપિયા પર બંધ થઈ હતી. આજે તેમાં ક્વાર્ટર ટકાથી પણ ઓછી તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે. ગત અઠવાડિયે ચાંદી 2400 રૂપિયા પ્રતિ કિલો મજબૂત થઈ છે.
આ પણ વાંચો:- સરકારના બેવડા વલણથી HC નાખુશ, કહ્યું- નેતાઓનો ટેસ્ટ રિપોર્ટ વહેલો આવે, ને લોકોનો એક અઠવાડિયે...
ગત અઠવાડિયે ચાંદીની ચાલ
દિવસ | ચાંદી (MCX મે વાયદો) |
સોમવાર | 64562 / કિલો |
મંગળવાર | 65897 / કિલો |
બુધવાર | 66191 / કિલો |
ગુરૂવાર | 67501 / કિલો |
શુક્રવાર | 66983 / કિલો |
આ પણ વાંચો:- UPSC Recruitment 2021: સ્વાસ્થ્ય મંત્રાલયમાં વગર પરીક્ષાએ નોકરીની તક! માત્ર જોઇએ છે આ ક્વોલિફિકેશન
ચાંદી તેના હાઈ સ્તરથી 13,880 રૂપિયા સસ્તી
ચાંદીનો અત્યાર સુધીનો હાઈ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી તેના હાઈ સ્તરથી 13,160 રૂપિયા સસ્તી છે. આજે ચાંદી મે વાયદો 66,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચો:- Sushant Singh Rajput પહેલા Rhea Chakraborty આ એક્ટરને કરતી હતી ડેટ, મિત્રએ કર્યો ખુલાસો
સોની માર્કેટમાં સોનું-ચાંદી
India Bullion and Jewellers Association એટલે કે IBJA ના અનુસાર સોની બજારમાં પણ સોનાના ભાવમાં તેજી આવવા લાગી છે. સોની બજારમાં સોનું સોમવારના 46545 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું, જે શુક્રવારના ભાવની સરખામણીએ 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારે છે. ગત સપ્તાહની વાત કરીએ તો સોની બજારમાં સોમવારે સોનું 45259 રૂપિયા પર વેચાયું હતું, જ્યારે શુક્રવારના ભાવ 46446 રૂપિયા હતો. એટલે કે ગત સપ્તાહ સોનું 1187 રૂપિયા મોંઘું થયું હતું. આ રીતે ચાંદી પણ સોમવારના 67177 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ હતી. જ્યારે શુક્રવારના ભાવ 66930 રૂપિયા પ્રતિ કિલો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube