Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં તેજી, જાણો 24 કેરેટ ગોલ્ડની કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ અનુસાર, કોમેક્સ ગોલ્ડની કિંમતોમાં મજબૂત રિકવરી અને રૂપિયામાં ઘટાડાને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 526 રૂપિયાની તેજી આવી છે.
નવી દિલ્હીઃ ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. HDFC Securities અનુસાર વૈશ્વિક સ્તર પર ધાતુઓની કિંમતોમાં મજબૂત સુધાર અને રૂપિયામાં ઘટાડાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 526 રૂપિયાની તેજી સાથે 46,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 45,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. આજે ચાંદીનો ભાવ 1231 રૂપિયાના વધારા સાથે 68654 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. પાછલા કારોબારમાં ચાંદી 67423 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ અનુસાર, કોમેક્સ ગોલ્ડની કિંમતોમાં મજબૂત રિકવરી અને રૂપિયામાં ઘટાડાને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 526 રૂપિયાની તેજી આવી છે.
આ પણ વાંચોઃ Gautam Adani ને કેમ દર મિનિટે થઈ રહ્યું છે 5 કરોડનું નુકસાન? જાણો કેમ Top-20 શ્રીમંતોના લિસ્ટમાંથી થયા બહાર
ગુરૂવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો અમેરિકી ડોલરના મુકાબલે 5 પૈસા ઘટાડા સાથે ખુલ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે 1778 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 26.25 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.
સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ 2021માં ડિલિવરી વાળા સોનાનો ભાવ 215 રૂપિયા એટલે કે 0.54 ટકાના વધારા સાથે 47090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ Good News! નાની બચત યોજનાઓ પર મળી મોટી રાહત, જાણો સરકારે શું નિર્ણય લીધો
ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 635 રૂપિયા એટલે કે 0.92 ટકાના વધારા સાથે 69709 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી.
ગુરૂવારે એમસીએક્સ પર ઓગસ્ટની ડિલિવરીવાળુ સોનું 91 રૂપિયાની તેજી સાથે ખુલ્યું, પરંતુ બપોરે 12 કલાકે તેમાં 189 રૂપિયાની તેજી આવી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube