Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો નવી કિંમત
ભારતમાં કોરોનાના કેસની સાથે ફરી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ લોકો સોનાને સુરક્ષિત ધાતુ માનતા તેમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ સોના અને ચાંદીની (Gold and silver price) કિંમતોમાં ગુરૂવાર એટલે કે 15 એપ્રિલે વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ગુરૂવારે સોનું 159 રૂપિયા મોંઘુ થઈ 46,301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 46142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે ચાંદી 206 રૂપિયા વધી 67,168 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા કારોબારમાં ચાંદી 66962 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1745 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 25.52 ડોલર પ્રતિ ઔંસ હતો.
આ પણ વાંચોઃ Gratuity શું છે? તેની ગણતરી કઈ રીતે થાય છે? જાણો કયા કર્મચારીઓ ઉઠાવી શકે છે તેનો લાભ?
સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સાંજે જૂન 2021માં ડિલિવરી વાળા સોનાનો ભાવ 222 રૂપિયા એટલે કે 0.48 ટકાના વધારા સાથે 46830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.
ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સાંજે મે, 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 391 રૂપિયા એટલે કે .58 ટકાના વધારા સાથે 68029 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube