નવી દિલ્હીઃ દેશમાં બુધવારે સોના અને ચાંદીના ભાવ (Gold and silver price) માં તેજી આવી છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રૂપિયામાં ઘટાડા વચ્ચે આજે સોનું 587 રૂપિયા વધી 45768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.  પાછલા કારોબારમાં સોનું 48181 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોનામાં તેજીની સાથે આજે ચાંદીમાં પણ 682 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે ચાંદીની કિંમત 65468 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે, જે પાછલા કારોબારમાં 64786 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપિયામાં ઘટાડો
ભારતીય રૂપિયો બુધવારે કારોબારમાં અમેરિકી ડોલરના મુકાબલે 24 પૈસા ઘટી 73.66 પર બંધ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1739 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 25.04 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી. 


આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર બુધવારે COMEX (ન્યૂયોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ) માં સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડા સાથે 1739 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થયો હતો. 


આ પણ વાંચોઃ હોમ લોન સસ્તી નહીં થાય!, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં


સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સાંજે જૂન 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 362 રૂપિયા એટલે કે 0.79 ટકાના વધારા સાથે 46281 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ રીતે ઓગસ્ટમાં ડિલિવરીવાળા સોનાનો ભાવ 328 રૂપિયાના વધારા સાથે 46476.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો. 


ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મે 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 163 રૂપિયા એટલે કે 0.25 ટકાના વધારા સાથે  66060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube