નવી દિલ્હીઃ Gold Silver Price Today: લગ્નની સીઝન પહેલા સોનું ખરીદનારા માટે ખુશખબર છે. છેલ્લા બે દિવસથી સોનાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સટોરિયા દ્વારા પોતાના સોદાના આકારમાં ઘટાડો કરવાથી વાયદા કારોબારમાં ગુરૂવારે સોનું 81 રૂપિયા ઘટી 54680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે, ફેબ્રુઆરીમાં ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ રૂ. 81 અથવા 0.15 ટકાના ઘટાડા સાથે રૂ. 54,680 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યા હતા અને 13,537 લોટમાં કારોબાર થયો હતો. બજારના જાણકારોએ કહ્યું કે સોનાની કિંમતોમાં ઘટાડાને કારણે કારોબારીઓ દ્વારા સોદામાં ઘટાડો કર્યો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.17 ટકાના ઘટાડા સાથે 1,812.70 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. 


આ પણ વાંચોઃ મોદી સરકારની આ યોજનામાં મળે છે 2 લાખ રૂપિયાનો લાભ, આ રીતે કરો રજિસ્ટ્રેશનની પ્રોસેસ


ચાંદી પણ થઈ સસ્તી
કારોબારીઓ દ્વારા સોદા ઘટાડવાથી ગુરૂવારે ચાંદીનો વાયદા ભાવ 198 રૂપિયાના ઘટાડા સાથે 68,815 રૂપિયો પ્રતિ કિલોગ્રામ રહી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીના માર્ચના ડિલિવરીવાળા કરારમાં ઘટાડો થયો. તેનો ભાવ 198 રૂપિયા કે 0.29 ટકાના ઘટાડા સાથે 68,815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો જેમાં 20816 લોટ માટે કારોબાર થયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.29 ટકા ઘટી 23.77 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહી હતી. 


જાણો શહેરો પ્રમાણે સોનાનો ભાવ
દિલ્હીમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 54750 રૂપિયા છે.
જયપુરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 54750 રૂપિયા છે.
પટનામાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 54650 રૂપિયા છે.
કોલકત્તામાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 54600 રૂપિયા છે.
મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 54,600 રૂપિયા છે. 
બેંગલુરૂમાં 24 કેરેટ સોનાનો ભાવ 54650 રૂપિયા છે.
હૈદરાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 54710 રૂપિયા છે.
ચંદીગઢમાં સોનાની કિંમત 54750 રૂપિયા છે.
લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ 54750 રૂપિયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube