Gold Price Today: ગોલ્ડ ખરીદવા માટે Golden Chance, 8800 રૂપિયા સસ્તું થયું સોનું!
શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે? કેમ કે ઇક્વિટી માર્ટેકમાં સતત તેજી છે, અને સોના અને ચાંદીના ભાવો ખૂબ મર્યાદિત રેન્જમાં જોવા રહ્યા છે. સોનાને લઇને બુલિયન એક્સપર્ટ્સનું અનુમાન છે કે, 2021માં તે 60,000 રૂપિાયને પાર કરી જશે
નવી દિલ્હી: શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે? કેમ કે ઇક્વિટી માર્ટેકમાં સતત તેજી છે, અને સોના અને ચાંદીના ભાવો ખૂબ મર્યાદિત રેન્જમાં જોવા રહ્યા છે. સોનાને લઇને બુલિયન એક્સપર્ટ્સનું અનુમાન છે કે, 2021માં તે 60,000 રૂપિાયને પાર કરી જશે. પરંતુ અત્યાર સુધી MCX પર સોનાના એપ્રિલ વાયદા 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે વેપાર કરી રહ્યા છે. આજે ચાંદીમાં પણ સુસ્તી જોવા મળી રહી છે.
MCX Gold: સોમવારના MCX પર સોનાના એપ્રિલ વાયદા 200 રૂપિયાની એક નાની રેન્જમાં વેપાર કરતો હતો. અંતમાં 10 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 47241 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. આજે પણ સોનામાં એક રેન્જબાઉન્ડ ટ્રેડ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:- પેટ્રોલની કિંમત આસમાને પહોંચી, જાણો મનમોહનસિંહ અને મોદી સરકારમાં કેટલા ભાવ વધ્યાં?
સોનું ઉચ્ચતમ સ્તરથી 8800 રૂપિયા સસ્તું!
કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ જ રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. ગત વર્ષ સોનાએ 42 ટકાનું રિર્ટન આપ્યું હતું. જો ઉચ્ચત્મ સ્તરની સરખામણી કરીએ તો સોનું 13 ટકા તૂટ્યું છે. સોનું MCX પર 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે 8800 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.
આ પણ વાંચો:- સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે બંધ કરી આ સુવિધા
ગત એઠવાડિયે સોનાની ચાલ
દિવસ | સોનાનો ભાવ (MCX એપ્રિલ વાયદા) |
સોમવાર | 47839/10 ગ્રામ |
મંગળવાર | 47948/10 ગ્રામ |
બુધવાર | 48013/10 ગ્રામ |
ગુરૂવાર | 47508/10 ગ્રામ |
શુક્રવાર | 47318/10 ગ્રામ |
MCX Silver: સોમવારના ચાંદીના ભાવમાં સારી તેજી જોવા મળી હતી. ચાંદી 1000 રૂપિયાથી વધારે વધી 70,000 રૂપિયા પ્રતિ કિલો ઉપર બંધ થઈ હતી. આજે ચાંદીમાં ફરી એકવાર તેજી છે. કિંમત 300 રૂપિયા ઉપર છે અને ભાવ 70,450 ને પાર છે. આ અગાઉ ગત અઠવાડિયે ચાંદીએ ના માત્ર સોમવારે જ 70,000 ના સ્તરને પાર કર્યું હતું, બાકી ચાર ટ્રેડિંગ સેશનમાં ચાંદી 70,000 ની નીચે ટ્રેડ કરી રહ્યું હતું. તમને જણાવી દઇએ કે, 1 ફેબ્રુઆરીના બેજટના દિવસે MCX પર ચાંદી માર્ચ વાયદા 74,400 રૂપિયા પર વેપાર કરી રહી હતી. પરંતુ ત્યારબાદ તેમાં સતત ઘટાડો થયો અને 4 ફેબ્રુઆરી ગુરૂવારના ભાવ 66,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા હતા.
આ પણ વાંચો:-Bank Privatisation: હજારો કર્મચારીઓની નોકરી જોખમમાં, આ 4 સરકારી બેંક બની શકે છે પ્રાઈવેટ
ગત અઠવાડિયે ચાંદીની ચાલ
દિવસ | ચાંદીના ભાવ (MCX માર્ચ વાયદા) |
સોમવાર | 70084/ કિલો |
મંગળવાર | 69696/ કિલો |
બુધવાર | 68926/ કિલો |
ગુરૂવાર | 68492/ કિલો |
શુક્રવાર | 69117/ કિલો |
આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ પર, Goodreturns.in અનુસાર
આ પણ વાંચો:- ભિવંડીના આ ખેડૂતે ખરીદી લીધુ હેલિકોપ્ટર, ઘર નજીક બનાવ્યું હેલિપેડ
10 ગ્રામ સોનાનો ભાવ
શહેર | ગોલ્ડનો ભાવ |
દિલ્હી | 50620 |
મુંબઇ | 47230 |
કોલકતા | 49240 |
ચેન્નાઈ | 48740 |
આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરમાં 1 કિલો ચાંદીના ભાવ પર, Goodreturns.in અનુસાર
આ પણ વાંચો:- શેરબજારમાં તેજી, Sensex એ પહેલીવાર 52,000ની સપાટી કૂદાવી, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ
1 કિલો ચાંદીના ભાવ
શહેર | ચાંદીના ભાવ |
દિલ્હી | 70200 |
મુંબઇ | 70200 |
કોલકતા | 70200 |
ચેન્નાઈ | 75500 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube