Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત
વૈશ્વિક નબળા સંકેતોના કારણે ભારતમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે કોરોના કેસ ફરી વધતા આજે શેર બજારમાં પણ 1700 પોઈન્ટનો કડાકો થયો હતો.
નવી દિલ્હીઃ સોનાના ઘરેલૂ હાજર ભાવમાં સોમવારે ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના ભાવમાં 57 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાના ભાવ 46,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયા છે. સિક્યોરિટીઝ અનુસાર નબળા વૈશ્વિક વલણને કારણે સોનાના ભાવમાં આ ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 46,127 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.
ઘરેલૂ સોની બજારમાં સોમવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીમાં સોમવારે 270 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ ચાંદીનો ભાવ 66,043 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 66313 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આ પણ વાંચોઃ SBI ના ગ્રાહકો માટે આઘાતજનક સમાચાર, એક સ્ટડીથી થયો ચોંકાવનારો ખુલાસો!
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું
આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે સોનાની વાયદા અને હાજર બન્ને કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ પ્રમાણે સોમવારે સાંજે વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર 0.17 ટકા એટલે કે 3 ડોલરના ઘટાડા સાથે 1,741.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય સોનાના વૈશ્વિક હાજર ભાવમાં આ સમયે 2.12 ડોલરના ઘટાડા સાથે 1,741.76 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે સાંજે ચાંદીની વાયદા અને હાજર બન્ને કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ અનુસાર સોમવારે સાંજે કોમેક્સ પર મે 2021ની વાયદા ચાંદીનો ભાવ 0.07 ડોલરના ઘટાડા સાથે 25.25 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો. આ સિવાય ચાંદીના વૈશ્વિક હાજર ભાવ 0.06 ડોલરના ઘટાડા સાથે 25.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube