Gold Price Today, 16 April 2021: આજે 10 ગ્રામ સોના પર થશે 9200 રૂપિયાની બચત, ચાંદી પણ થઈ સસ્તી
સોના અને ચાંદીમાં (Gold-Silver) તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું (Gold) 47,000 રૂપિયાને પાર કરી ગયું છે. જ્યારે ચાંદી (Silver) પણ 68,000 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગઈ છે
Gold Price Today: સોના અને ચાંદીમાં (Gold-Silver) તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું (Gold) 47,000 રૂપિયાને પાર કરી ગયું છે. જ્યારે ચાંદી (Silver) પણ 68,000 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગઈ છે. સોની બજારમાં પણ સોનું (Gold Price) અને ચાંદી (Silver Price) મોંઘું થયું છે. પરંતુ આજના ભાવ નરમ જોવા મળી રહ્યા છે.
MCX Gold: ગુરૂવારના MCX પર સોનાના જૂન વાયદો 560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘો થઈ 47,175 રૂપિયા પર બંધ થયો. પરંતુ આજે તમાં 100 રૂપિયાથી વધારે ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. ભાવ 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર અઠવાડિયાના સોનાના વેપાર પર એક નજર કરીએ તો જાણી શકાય છે કે આ અઠવાડિયે સોનું અત્યાર સુધીમાં 650 રૂપિયા મોંઘું થયું છે.
આ પણ વાંચો:- 80 રૂપિયા ઉછીના લઈને થઈ લિજ્જત પાપડની શરૂઆત, જાણો કઈ રીતે થઈ ગયું 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર
આ અઠવાડિયે સોનાની ચાલ
દિવસ | સોનું (MCX જૂન વાયદો) |
સોમવાર | 46,419 / પ્રતિ 10 ગ્રામ |
મંગળવાર | 46,975 / પ્રતિ 10 ગ્રામ |
બુધવાર | 46,608 / પ્રતિ 10 ગ્રામ |
ગુરૂવાર | 47,175 / પ્રતિ 10 ગ્રામ |
શુક્રવાર | 47,070 / પ્રતિ 10 ગ્રામ |
ગત અઠવાડિયે સોનાની ચાલ
દિવસ | સોનું (MCX જૂન વાયદો) |
સોમવાર | 44,598 / પ્રતિ 10 ગ્રામ |
મંગળવાર | 45,919 / પ્રતિ 10 ગ્રામ |
બુધવાર | 46,362 / પ્રતિ 10 ગ્રામ |
ગુરૂવાર | 46,838 / પ્રતિ 10 ગ્રામ |
શુક્રવાર | 46,593 / પ્રતિ 10 ગ્રામ |
આ પણ વાંચો:- ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરવાની તૈયારીમાં અમેરિકાની Citibank, 4 હજાર લોકોની નોકરી પર ખતરો
સોનું ઉચ્ચતમ સપાર્ટીથી લગભગ 9,200 રૂપિયા સસ્તું
ગત વર્ષે કોરોના મહામારીને કારણે સોનામાં જોરદાર રોકાણ થયું હતું. ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191 રૂપિયા ઉચ્ચતમ સપાટી પર પહોંચી ગયો હતો. ગત વર્ષ સોનાએ 43 ટકા રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સપાટીની સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટ્યું છે. સોનું MCX પર 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કર રહ્યું છે, એટલે કે લગભગ 9,200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
આ પણ વાંચો:- Gratuity શું છે? તેની ગણતરી કઈ રીતે થાય છે? જાણો કયા કર્મચારીઓ ઉઠાવી શકે છે તેનો લાભ?
MCX Silver: ચાંદીમાં પણ ગુરૂવારના સારી તેજી સાથે વેપાર થયો. છેલ્લા કલાકમાં MCX પર ચાંદીના મે વાયદા સારી ખરીદારી સાથે 68,500 ના સ્તર પર બંધ થયો. ઇન્ટ્રા ડેમાં ચાંદી 68,785 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી. પરંતુ આજે ચાંદીના મે વાયદામાં સામન્ય સુસ્તી વેપાર થતો જોવા મળી રહ્યો છે. ચાંદી 150 રૂપિયા નબળાઈ સાથે 68,400 ની આસપાસ વેપાર કરી રહી છે.
આ અઠવાડિયે ચાંદીની ચાલ
દિવસ | ચાંદી (MCX મે વાયદો) |
સોમવાર | 66,128 / કિલો |
મંગળવાર | 67,656 / કિલો |
બુધવાર | 67,638 / કિલો |
ગુરૂવાર | 68,540 / કિલો |
શુક્રવાર | 68,400 / કિલો |
ગત અઠવાડિયે ચાંદીની ચાલ
દિવસ | ચાંદી (MCX મે વાયદો) |
સોમવાર | 64,562 / કિલો |
મંગળવાર | 65,897 / કિલો |
બુધવાર | 66,191 / કિલો |
ગુરૂવાર | 67,501 / કિલો |
શુક્રવાર | 66,983 / કિલો |
ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી 11,580 રૂપિયા સસ્તી
ચાંદીનો અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ હિસાબથી ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી 11,580 રૂપિયા સસ્તી છે. આજે ચાંદી મે વાયદો 68,400 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચો:- મોટી રાહત! 15 દિવસ બાદ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે રેટ
સોની માર્કેટમાં સોનું-ચાંદી
India Bullion and Jewellers Association એટલે કે IBJA ના અનુસાર સોની બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. એક દિવસની રજા બાદ સોની બજારમાં સોનું ગુરૂવારના 46,782 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાયું, જ્યારે મંગળવાર 13 એપ્રિલના સોનું 46,506 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાયું છે. આ રીતે ચાંદી પણ અગાઉના સેશનમાં સોની બજારમાં 66,903 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ હતી. જ્યારે ગઈકાલે તેનો ભાવ 68,021 રૂપિયા પ્રતિ કિલો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube