નવી દિલ્હીઃ સોના તથા ચાંદીના ભાવમાં મંગળવારે તેજી જોવા મળી હતી. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમતોમાં 454 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી. આ રીતે દિલ્હીમાં સોનાનો ભાવ (Gold Price) 51,879 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. પાછલા સત્રમાં સોનાનું મૂલ્ય  51,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી સિક્યોરિટીઝે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમત પણ 751 રૂપિયાના વધારા સાથે 63127 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેના પાછલા સત્રમાં ચાંદીની કિંમત 62,376  રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી હતી. 


સિક્યોરિટીઝ પ્રમાણે, રૂપિયાના મૂલ્યમાં ઘટાડા વચ્ચે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 454 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મુદ્રા બજારની વાત કરીએ તો અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો 17 પૈસાના ઘટાડા સાથે 73.46ના સ્તર પર બંધ થયો હતો. 


રિલાયન્સ પણ કોરોના રસી બનાવવાની દોડમાં કૂદી, જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ


વાયદા બજારમાં સોનાનો ભાવ(Gold Rate in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બરમાં ડિલિવરી વાળા સોનાનો ભાવ 66 રૂપિયા એટલે કે 0.13 ટકાના ઘટાડા સાથે 50,692 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. તેમાં 15932 લોટ માટે કારોબાર થયો હતો. 


તો ફેબ્રુઆરીના કરાર વાળા સોનાનો ભાવ 130 રૂપિયા એટલે કે 0.26 ટકાના ઘટાડા સાથે  50,862 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 


માગમાં ઘટાડાને કારણે ચાંદીની વાયદા કિંમત 104 રૂપિયાના ઘટાડા સાથે 61,837 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. તેમાં 16,701 લોટ માટે કારોબાર થયો હતો. 


વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની કિંમત
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમત ઘટાડા સાથે 1910 ડોલર પ્રતિ ઔંસ પર રહી. તો ચાંદીની કિંમત 24.25 ડોલર પ્રતિ ઔંસ પર રહી. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube