Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો કિંમત
વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં ઘટાડો અને રૂપિયાના મૂલ્યમાં મજબૂતીથી દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 679 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોના તથા ચાંદી (Gold and Silver) ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં (Gold Price) 679 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. ત્યારબાદ સોનાનો ભાવ 44760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. વિશ્લેષકો પ્રમાણે વૈશ્વિક બજારોમાં સોના તથા ચાંદીના ભાવમાં મોટા ઘટાડાની અસર ઘરેલૂ બજારમાં જોવા મળી છે. આ સિવાય ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત થવાથી સોનું સસ્તું થઈ ગયું છે. તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ 45439 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો હતો.
હાજર બજારમાં ચાંદીની કિંમત (Silver Price in Spot Market)
રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમતમાં 1847 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ઘટાડો થયો છે. આ રીતે દિલ્હીમાં ચાંદીની કિંમત 67,073 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આ પહેલાના સત્રમાં ચાંદીનો ભાવ 68920 રૂપિા પ્રતિ કિલોગ્રામ હતો.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણી વિશ્વના 8માં સૌથી ધનીક વ્યક્તિ, એક વર્ષમાં સંપત્તિમાં થયો મોટો વધારો
એચડીએફસી સિક્ટોરિયીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી( તપન પટેલે કહ્યુ, વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં ઘટાડો અને રૂપિયાના મૂલ્યમાં મજબૂતીથી દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 679 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની કિંમત
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનું ઘટાડા સાથે 1719 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ રીતે ચાંદીની કિંમત 26.08 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube