નવી દિલ્હીઃ ઘરેલૂ બુલિયન બજારમાં સોમવારે સોના અને ચાંદી (Gold and silver price) બન્નેની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિટી અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાના હાજર ભાવમાં 81 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ 46,976 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો છે. સિક્યોરિટી અનુસાર રૂપિયામાં મજબૂતીને કારણે સોનાના ભાવમાં આ ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 47,057 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ચાંદીના હાજર ભાવમાં સોમવારે ઘટાડો થયો છે. ઘરેલૂ બજારમાં ચાંદી સોમવારે 984 રૂપિયા તૂટી હતી. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ 67987 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાના સત્રમાં ચાંદી 68,971 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 


ભારતીય રૂપિયો સોમવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલરની તુલનામાં 24 પૈસાની મજબૂતી સાથે 74.77 રૂપિયા ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 


આ પણ વાંચોઃ LPG બુકિંગના નિયમોમાં થવાનો છે મોટો ફેરફાર!, ગ્રાહકોને મળી શકે છે આ મોટી રાહત


વૈશ્વિક સ્તર પર સોનું-ચાંદી
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું સોમવારે સામાન્ય વધારા સાથે 1779 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 26.02 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેડ કરતી જોવા મળી હતી. 


એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે, ડોલરમાં નબળાઈ અને મહામારીને કારણે ઉભી થયેલી ચિંતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube