Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદીની ચમક વધી, જાણો નવી કિંમત
દેશમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ એટલે કે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ સોના તથા ચાંદીના હાજર ભાવમાં સોમવારે તેજી જોવા મળી છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે સપ્તાહના પ્રથમ કારોબારી સત્રમાં રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં 348 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી છે. ત્યારબાદ સોનાના ભાવ 47547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. સિક્યોરિટીઝ પ્રમામે તેનાથી પાછલા સત્રમાં સ્પોટ માર્કેટમાં સોનાનો ભાવ 47199 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
હાજર બજારમાં ચાંદીની કિંમત
સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં ચાંદીની કિંમતમાં પણ 936 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો જોવા મળ્યો છે. તેનાથી ચાંદીની કિંમત 71,310 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદીની કિંમત 70,374 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી હતી.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ તેજીની સાથે 1853 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો હતો. તો ચાંદીની કિંમત 27.70 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી.
આ પણ વાંચોઃ જથ્થાબંધ ફુગાવાએ તમામ રેકોર્ડ તોડ્યા, એપ્રિલમાં 10.49%, ક્રૂડ તેલના ભાવમાં પણ આગ લાગી
સોનાનો વાયદા ભાવ (Gold Futures Price)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સાંજે 5 કલાકે જૂન, 2021માં ડિલિવરી વાળા સોનાનો ભાવ 322 રૂપિયા એટલે કે 0.68 ટકાની તેજી સાથે 47998 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો હતો. આ રીતે ઓગસ્ટના કોન્ટ્રાક્ટવાળા સોનાનો ભાવ 347 રૂપિયા એટલે કે 0.72 ટકાની તેજી સાથે 48505 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.
વાયદા બજારમાં ચાંદીની કિંમત (Silver Price in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર, 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 791 રૂપિયાની તેજીની સાથે 71,876 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. આ રીતે સપ્ટેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 891 રૂપિયાના વધારા સાથે 73,080 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube