Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો નવી કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર સોનાની વૈશ્વિક કિંમતમાં વૃદ્ધિને કારણે ભારતમાં ભાવ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1719 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 24.48 ડોલર પ્રતિ ઔંસ હતો.
નવી દિલ્હીઃ સોના અને ચાંદીની કિંમત (Gold and silver price) માં ગુરૂવાર એટલે કે 1 એપ્રિલે વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ગુરૂવારે સોનું 881 રૂપિયા મોંઘુ થઈ 44,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 43,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે ચાંદી 1,071 રૂપિયા વધીને 63,256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. પાછલા કારોબારમાં ચાંદી 62,185 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત
એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર સોનાની વૈશ્વિક કિંમતમાં વૃદ્ધિને કારણે ભારતમાં ભાવ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1719 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 24.48 ડોલર પ્રતિ ઔંસ હતો.
સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન, 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 126 રૂપિયાના વધારા સાથે 45061.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ રીતે ઓગસ્ટમાં ડિલિવરીવાળા સોનાનો ભાવ 83 રૂપિયાના વધારા સાથે 45317.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો હતો.
આ પણ વાંચોઃ દેશમાં આર્થિક સુધારના સંકેત, માર્ચ મહિનામાં રેકોર્ડ સ્તર પર GST કલેક્શન
ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મે, 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 39 રૂપિયાના ઘટાડા સાથે 63775 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી.
વિદેશી મુદ્રા બજાર બંધ
વિદેશી મુદ્રા બજાર ગુરૂવારે બેન્કોનું વાર્ષિક સમાપન (કલોઝિંગ) ને કારણે બંધ રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube