નવી દિલ્હીઃ Gold-Silver Rate today: સોનાના ભાવમાં ફરી વધારો થવા લાગ્યો છે. સોના પર કોરોનાની અસર જોવા મળી રહી છે. એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે દિલ્હીમાં સોનાની કિંમતમાં 411 રૂપિયાની તેજી આવી છે, ત્યારબાદ સોનું 47,291 રૂપિયા પ્રતિ 10 ગ્રામ  (Gold price today) ના સ્તરે પહોંચી ગયું છે. પાછલા સત્રમાં સોનું 46880 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. તો ચાંદી 338 રૂપિયાના વધારા સાથે  68,335 રૂપિયા પ્રતિ કિલો  (Silver price today) ના સ્તર પર પહોંચી ગઈ છે. પાછલા સત્રમાં ચાંદી 67997 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ટાઈમ હાઈથી આશરે 9 હજાર રૂપિયા સસ્તુ
કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. હાલ સોનું 47291 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ચુક્યુ છે. તો જો ચાંદીની વાત કરવામાં આવે તો તેની કિંમત 64650 રૂપિયા પ્રતિ કિલો છે. જોવામાં આવે તો સોનું ઓલઆઇટ હાઈથી આશરે 9 હજાર સસ્તું થઈ ચુક્યુ છે. ઓગસ્ટમાં સોનું આશરે 56200 રૂપિયાના ઓલટાઇમ હાઈ પર પહોંચ્યું હતું. 


રેલવેનો મોટો નિર્ણય, કેન્સલ થઈ ગુજરાતમાંથી પસાર થતી આ ટ્રેનો


હજુ વધશે કે ઘટશે?
હાલ સોનું 47291 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. તો ઓગસ્ટમાં સોનું 2010 ડોલર પ્રતિ ઔંસની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, જેમાં અત્યાર સુધી 15 ટકાનો 
ઘઢટાડો થયો છે. એનાલિસ્ટ માની રહ્યાં છે કે હજુ સોનામાં ઘટાડો આવશે. માનવામાં આવી રહ્યું છે કે સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે, ત્યારબાદ તેમાં સ્થિરતા જોવા મળશે. ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો સોનું 38800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ સુધી પહોંચી શકે છે. પરંતુ કેટલાક એવા સંકેતો પણ મળી રહ્યાં છે, જે સોનાના ભાવમાં વધારા તરફ ઇશારો કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube