Gold Price Today : સોનાના ભાવ વધ્યા, ચાંદીમાં પ્રચંડ તેજી, જાણો ક્યાં પહોંચી કિંમત
મંગળવારે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો હતો. આ સાથે ચાંદીએ 73 હજારની સપાટી વટાવી લીધી છે.
નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદી બન્નેના ભાવમાં (Gold and Silver price) વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં (Gold Price Today) 333 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. આ વધારા બાદ સોનાના ભાવ 47883 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટી અનુસાર વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં વધારાને કારણે ભારતમાં તેજી જોવા મળી છે. તેના પાછલા સત્રમાં સોનું 47500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
તો ચાંદીના ઘરેલૂ હાજર ભાવમાં મોટો ઉછાળો થયો છે. માંગમાં વધારાને કારણે ચાંદીના ભાવ (Silver Price Today) માં મંગળવારે 2021 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. ત્યારબાદ ચાંદીનો ભાવ 73122 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ચાંદી તેનાથી પાછલા સત્રમાં 71101 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો મંગળવારે સોનાનો વૈશ્વિક ભાવ (Global Gold Price) વધારા સાથે 1869 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો ચાંદીનો વૈશ્વિક ભાવ 28.48 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ Corona ના સમયમાં LIC એ ગ્રાહકોને આપી મોટી રાહત, હવે ડેથ સર્ટિફિકેટ વગર પણ મળી જશે વીમાની રકમ
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, ડોલરમાં નબળાઇને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે. તો મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના નવનીત દમાનીએ કહ્યુ, નબળો યૂએસ ડોલર અને મોંઘવારીના વધતા દબાવને કારણે સોનાની માંગ વધી રહી છે, જેનાથી તે ત્રણ મહિનાના ઉચ્ચ સ્તર પર આવી ગઈ છે.
તો ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો મંગળવારે સાંજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ એક્સચેન્જ પર મંગળવારે સાંજે 4 જૂન 2021ના વાયદા સોનાનો ભાવ 139 રૂપિયાના ઘટાડા સાથે 48335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય એમસીએક્સ પર 5 જુલાઈ, 2021 વાયદા ચાંદીનો ભાવ મંગળવારે 482 રૂપિયાની તેજીની સાથે 73806 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube