નવી દિલ્હીઃ ડોમેસ્ટિક બુલિયન બજારમાં બુધવારે સોનાની કિંમત (Gold Price) માં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિયી અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાના ભાવમાં 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી આવી છે. આ તેજી બાદ સોનાનો ભાવ વધીને 44,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર રૂપિયામાં નબળાઇને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 44174 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની સાથે ચાંદીની ઘરેલૂ કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં (Silver Price) બુધવારે 126 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારા બાદ ચાંદીની કિંમત 66236 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 66110 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ છે. 


આ પણ વાંચોઃ પેટ્રોલ બાદ હવે ખાદ્યતેલ પણ મોંઘું, એક વર્ષમાં 60 ટકા સુધી વધ્યા ભાવ!


આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો બુધવારે સોનાની વૈશ્વિક હાજર અને વાયદા બન્ને કિંમતોમાં ઘટાડો ડોવા મળ્યો હતો. સોનાનો વૈશ્વિક વાયદા ભાવ 0.43 ટકા એટલે કે 7.40 ડોલરના ઘટાડા સાથે 1709.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. તો સોનાના હાજર ભાવ 7.02 ડોલરના ઘટાડા સાથે 1709.08 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. 


ચાંદીની વૈશ્વિક કિંમતોમાં બુધવારે ઘટડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ અનુસાર ચાંદીનો વૈશ્વિક ભાવ કોમેક્સ પર 0.38 ડોલરના ઘટાડા સાથે 25.81 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 1.02 ટકા એટલે કે 0.26 ડોલરના ઘટાડા સાથે 25.67 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube