નવી દિલ્હીઃ Gold Price Today: નકારાત્મક વૈશ્વિક વલણને કારણે સોમવારનો કારોબાર ધીમો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર મહિના માટે સોનાની વાયદા કિંમત 96 રૂપિયાના ઘટાડા સાથે  52,448 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. એમસીએક્સ પર ચાંદીનો ડિસેમ્બરનો વાયદા ભાવ 286 રૂપિયાના ઘટાડા સાથે 61390 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો, કારણ કે ચીનના સખત લોકડાઉન અને પ્રતિબંધોને કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે. સુરક્ષિત-હેવન ડિમાન્સને કારણે ડોલરમાં તેજી આવી છે. હાજર સોનું 0.04 ટકાના ઘટાડા સાથે 1,749.00 ડોલર પ્રતિ ઔંસ પર હતું. અમેરિકી વાયદા સોનું 0.02 ટકા ઘટીને 1,749.90 ડોલર પર આવી ગયું છે. 


સોનાની કિંમત 
નવેમ્બર મહિનાની બેઠકે મિનિટોમાં યૂએસ ફેડના અધિકારીઓ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીને જોતા તે સપ્તાહે સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી હતી. યૂએફ ફેડના અધિકારીઓએ વ્યાજદરોમાં વધારાનો સંકેત આપ્યો, જેનાથી ડોલર ઇન્ડેક્સ અને યૂએસ બોન્ડ યીલ્ડ ઓછો થઈ ગયો અને સોનાની કિંમતોને સમર્થન મળ્યું હતું. પાછલા સપ્તાહે જારી ભૂ-રાજકીય તણાવ અને મિશ્રિત આર્થિક આંકડાથી સોના અને ચાંદીમાં તેજી આવી હતી. 


આ પણ વાંચોઃ જન ધન ખાતું ધરાવતા લોકો માટે મોટી ખુશખબર, ઘરે બેઠા કરો કમાણી!


શું છે સોનાનો સપોર્ટ બેન્ડ
સોનાને 52,420-52,250 રૂપિયા પર સમર્થન છે, જયાર પ્રતિરોધ 52680-52,820 રૂપિયા પર છે. ચાંદીને 61,250-60,680 રૂપિયા પર સમર્થન છે, જ્યારે પ્રતિરોધ 62,100-62,340 રૂપિયા પર છે. 


આજનો રેટ
ભારતીય સોની બજારમાં સોના અને ચાંદીની કિંમતની વાત કરીએ તો પાછલા સપ્તાહે સોનાની કિંમતોમાં તેજી રહી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે શુક્રવારે સોનાનો ભાવ વધી વધીને 52,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો, જ્યારે 21થી 25 નવેમ્બર સુધી 24 કેરેટ સોનાનો ભાવ 52406 હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube