નવી દિલ્હીઃ Gold Price Today: લગ્નની સીઝન ચાલી રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરી રહ્યાં છે. તેવામાં જે લોકો સોનું ખરીદવા ઈચ્છે છે તેના માટે સારા સમાચાર છે. આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે કાલના મુકાબલે ચાંદી મજબૂત થઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા 3 ડિસેમ્બરે જાહેર થયેલા ભાવ આ પ્રમાણે છે. 


ધાતુ 3 ડિસેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 2 ડિસેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ભાવમાં ફેરફાર(રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 47530 47601 -71
Gold 995 (23 કેરેટ) 47340 47410 -70
Gold 916 (22 કેરેટ) 43537 43603 -66
Gold 750 (18 કેરેટ) 35648 35701 -53
Gold 585 ( 14 કેરેટ) 27805 27847 -42
Silver 999 61017 Rs/Kg 60789 Rs/Kg 228Rs/Kg

IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે  IBJA દ્વારા જાહેર થયેલા રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા રેટમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદતા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટને લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીના કરન્ટ કે હાજર ભાવ અલગ-અલગ જગ્યાએ જુદા-જુદા હોઈ શકે છે પરંતુ તેની કિંમતમાં થોડુ અંતર હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube