નવી દિલ્હીઃ Gold Price Today: સોના અને ચાંદીની કિંમતોમાં (Gold-Silver Price)  સતત તેજી જોવા મળી રહી છે. બુધવારે પણ સોનાની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે સોનાનો ભાવ 54800 નજીક ટ્રેડ કરી રહ્યો છે. તો બજારમાં જલદી સોનાની કિંમતો 60000ના લેવલ સુધી પહોંચી શકે છે. આ સિવાય ચાંદીનો ભાવ 69,000ને પાર નિકળી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘા થઈ ગયા સોના-ચાંદી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાજનો ભાવ 0.11 ટકાના વધારા સાથે 54802 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય ચાંદીનો ભાવ 0.35 ટકાની તેજીની સાથે 68018 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. 


આ પણ વાંચોઃ 18 મહિનાના DA એરિયર પર મહત્વના સમાચાર, સરકારી કર્મચારીઓને લાગશે મોટો ઝટકો


ગ્લોબલ માર્કેટમાં શું છે સોનાનો ભાવ?
ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં પર સોનું ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો હાવી છે. અહીં પર સોનાનો હાજર ભાવ 1809 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. તો ચાંદીનો ભાવ 0.13 ટકાના ઘટાડા બાદ 23.68 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ દરમિયાન સોનાના ભાવમાં 2.17 ટકાનો વધારો થયો છે. 


ચેક કરો તમારા શહેરમાં સોનાનો ભાવ
તમે પણ સોનાની કિંમત તમારા ઘરે બેસી ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ કરો છો તે નંબર પર તમને મેસેજ પર સોનાનો ભાવ મળી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube