Gold-Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત
સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે પાછલા કારોબારી દિવસ સોમવારની તુલનામાં મંહળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આવો જાણીએ 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ...
નવી દિલ્હીઃ ભારતીય સોની બજારમાં આજે (મંગળવાર) 23 મે, 2023ના સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. તો ચાંદીનો ભાવ 71 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધારે છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળું 24 કેરેટ સોનાની કિંમત 60450 રૂપિયા છે. તો ચાંદીની કિંમત 71568 રૂપિયા છે.
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)પ્રમાણે પાછલા કારોબારી દિવસ સોમવારે સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 60829 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે મંગળવારે સવારે 60450 રૂપિયા પર પબોંચી ગયું હતું. આ રીતે શુદ્ધતાના આધાર પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
આજે શું છે સોના-ચાંદીની કિંમત?
સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે આજે સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 60208 રૂપિયા પર પહોંચી ગયો છે. તો 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 55372 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય 750 પ્યોરિટી સોનાનો ભાવ 45338 પર આવી ગયો છે. તો 585 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ 35363 રૂપિયા થઈ ગયો છે. તો 999 પ્યોરિટી ચાંદીની એક કિલોની કિંમત 71568 રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ તમારી Salary slip છુપાયેલી છે ઘણી મહત્વની જાણકારી, ઈન્ક્રીમેન્ટ સમયે લાગશે કામ
Today Gold Price Updates
શુદ્ધતા સોમવારે સાંજનો ભાવ મંગળવારનો ભાવ ભાવમાં ફેરફાર
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 60829 60450 379 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 60585 60208 377 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 55719 55372 347 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 45622 45338 284 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 35585 35363 222 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 72521 71568 953 રૂપિયા સસ્તી
મિસ્ડકોલથી જાણો સોનાની નવી કિંમત
ભારતીય સોની બજારમાં ચાલી રહેલા સોના-ચાંદીના ભાવ તમે ઘરે બેસીને પણ જાણી શકો છો. તમે 7955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. ત્યારબાદ તમને એસએમએસ દ્વારા નવા ભાવ જાણવા મળી જશે. આ સિવાય તમે www.ibja.co પર સોના ચાંદીના ભાવ જાણી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube