Gold Price Today: આજે સોના અને ચાંદીની કિંમતમાં થયો વધારો, જાણો નવો ભાવ
ભારતમાં આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ડોલર નબળો પડવાને કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ સોના અને ચાંદીના હાજર ભાવમાં ગુરૂવારે વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરૂવારે સોનાના ભાવમાં 439 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી છે. તેનાથી શહેરમાં સોનાનો ભાવ (Gold Price) 46,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં સોનું 46241 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમતમાં પણ 1302 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ભારે વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ ચાંદીની કિંમત 69 હજાર 511 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. તેના પાછલા સત્રમાં ચાંદી 68209 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના, ચાંદીનો ભાવ
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધારા સાથે 1792 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યો છે. તો ચાંદીની કિંમત 26.72 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી છે.
Post Officeની આ સ્કીમ્સ કરશે માલામાલ, આટલા વર્ષમાં પૈસા થઈ જશે ડબલ, તમે પણ જાણી લો
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યુ, ડોલરના નબળા પડવાથી સોનાના ભાવને મજબૂતી મળી કારણ કે કારોબારી અને રોકાણકારો મુખ્ય અમેરિકી આંકડાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube