Gold Price on 15 July: ભારતમાં સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત
આંતરરાષ્ટ્રીય બજારની અસરને કારણે ભારતમાં ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ સોના અને ચાંદીના ભાવમાં ગુરૂવારે વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં (Gold Price) 177 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો છે. આ સાથે સોનાનો ભાવ 47,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં એટલે કે બુધવારે હાજર બજારમાં સોનાનો ભાવ 47266 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. નિષ્ણાંતો પ્રમામે વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં ઉછાળ જોવા મળ્યો. તેનાથઈ ઘરેલુ સ્તર પર પણ સોનાનાવ ભાવમાં તેજી જોવા મળી છે.
ચાંદીની કિંમત પણ વધી
એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં ચાંદીની કિંમતમાં 83 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. તેનાથી શહેરમાં ચાંદીનો ભાવ 68277 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં ચાંદીની કિંમત 68194 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
આ પણ વાંચોઃ 7th Pay Commission: કર્મચારીઓને માત્ર DA જ નહીં, HRA માં પણ મળશે લાભ, જાણો શું છે નિયમ
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1831 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યો હતો. આ રીતે ચાંદીની કિંમત 26.30 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી.
એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ- અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ્સમાં ઘટાડો અને ડોલરના નબળા પડવાથી સોનાનો ભાવ (Gold Rate) 1,830 ડોલર પ્રતિ ઔંસથી ઉપર ચાલી રહ્યો હતો.
વાયદા બજારમાં સોના-ચાંદીનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ એક રૂપિયાના ઘટાડા સાથે 48298 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. તો સપ્ટેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 65 રૂપિયાના વધારા સાથે 69477 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube