Gold Price Today on 15th March: સોના-ચાંદીની કિંમતમાં આવી તેજી, ચેક કરો લેટેસ્ટ ભાવ
Gold Price Today on 15th March: કોમેક્સ પર સોનાનો ભાવ 2170 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ગુરૂવારે ડોલરની મજબૂતીથી ઘટાડો થયો હતો. ચાંદીના ભાવમાં પણ અડધા ટકાની મજબૂતી જોવા મળી છે.
નવી દિલ્હીઃ Gold Price Today on 15th March: બુલિયન માર્કેટમાં શુક્રવારે જોરદાર એક્શન જોવા મળી છે. સોનાના ભાવમાં MCX પર તેજી આવી છે. ચાંદીના રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર પણ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. નોંધનીય છે કે એક મહિનામાં સોનાના ભાવમાં આશરે 8 ટકા અને ચાંદીના ભાવમાં સાત ટકા જેટલો વધારો થયો છે.
ઘરેલુ બજારમાં સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવમાં આજે સારી મજબૂતી જોવા મળી છે. MCX પર સોનાના ભાવમાં 100 રૂપિયા કરતા વધુ વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 65700 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ચાંદીનો ભાવમાં 135 રૂપિયાની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 75550 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.
કોમેક્સ પર સોનું અને ચાંદી
કોમેક્સ પર સોનાનો ભાવ 2170 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ગુરૂવારે ડોલરની મજબૂતીથી ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં પણ અડધા ટકાની મજબૂતી જોવા મળી છે. કોમેક્સ પર ચાંદી 25.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
આ પણ વાંચોઃ જો 7 વર્ષ કરી નોકરી, પગાર 35000 રૂપિયા હોય તો ગ્રેચ્યુટીમાં મળશે 1,41,346, જાણો ગણિત
દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાનો ભાવ
22 કેરેટ ગોલ્ડ- પ્રતિ 10 ગ્રામ 60760 રૂપિયા
24 કેરેટ ગોલ્ડ- પ્રતિ 10 હ્રામ 66720 રૂપિયા
લખનઉમાં સોનાનો ભાવ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 60760 રૂપિયા પર છે. તો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 66270 રૂપિયા છે.
મુંબઈમાં સોનાના ભાવ
60,610 (22 કેરેટ)
66,120 (24 કેરેટ)
આ પણ વાંચોઃ DA Hike: માર્ચના પગારમાં આવશે 2 મહિનાનું DA એરિયર, સાથે આ ભથ્થામાં થઈ જશે વધારો
આગ્રામાં સોનાની કિંમત
60,760 (22 કેરેટ)
66,270 (24 કેરેટ)
ચાંદીનો ભાવ
ભારતમાં આજે એક કિલો ચાંદીનો ભાવ 77100 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે સોનાનો ભાવ સાંકેતિક છે અને તેમાં જીએસટી, ટીસીએસ અને અન્ય ચાર્જ સામેલ નથી. એટલે કે તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે છે.