નવી દિલ્હીઃ મંગળવારે એટલે કે 22 જૂને ભારતમાં સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો તો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 45 રૂપિયા વધી 46,213 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 46,168 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીના ભાવમાં આજે 86 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ ચાંદીનો ભાવ  66,389 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ અનુસાર, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં 45 રૂપિયાની તેજી જોવા મળી, આ COMEX સોનાની કિંમતોમાં રાતોરાત સુધાર અને રૂપિયાના અવમૂલ્યનને દર્શાવે છે. 


આ વચ્ચે તેલની કિંમતોમાં વધારાને કારણે રોકાણકારોની ધારણા પ્રભાવિત થવાથી રૂપિયો મંગળવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલરના મુકાબલે 10 પૈસા તૂટી 74.20 પર આવી ગયો. અંતરબેન્ક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો ડોલરના મુકાબલે 74.18 પર ખુલ્યો અને પછી નબળો પડી 74.20 પર આવી ગયો, જેવ પાછલા બંધ ભાવમાં 10 પૈસાનો ઘટાડો દર્શાવે છે. 


આ પણ વાંચોઃ સેન્સેક્સે પહેલીવાર 53,000 ની સપાટી કૂદાવી, રોકાણકારો 2.5 લાખ કરોડ કમાયા


આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સામાન્ય ઘટાડા સાથે 1778 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 25.84 ડોલર પર સપાટ રહી હતી. તપન પટેલે કહ્યું કે, સોનાની કિંમતોમાં સામાન્ય કિંમતોમાં ઘટાડા સાથે કોમેક્સમાં મંગળવારે 1778 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થયો હતો. 


સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 127 રૂપિયા વધીને 47201 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. 


ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જુલાઈ 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 167 રૂપિયાના વધારા સાથે 67929 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. આ રીતે સપ્ટેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 231 રૂપિયાના વધારા સાથે  68975 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube