નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં બુધવારે સોના અને ચાંદી (Gold and Silver) બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે સોનાનો હાજર ભાવ 527 રૂપિયાના વધારા સાથે 48,589 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. વૈશ્વિક સ્તર પર ભાવ વધારાને કારણે ભારતીય બજારમાં પણ તેજી આવી છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 48062 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની સાથે ચાંદીના હાજર ભાવમાં પણ બુધવારે સારો વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં બુધવારે ભારે માંગને કારણે 1043 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. આ સમયે ચાંદીનો ભાવ 71,775 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 70732 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી. 


આ પણ વાંચોઃ ખાદ્યતેલમાં ભાવ વધવા પાછળ આ કારણ છે જવાબદાર!, કંટ્રોલ કરવા કેન્દ્ર સરકાર થઈ સક્રિય


આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો બુધવારે સોનું વધારા સાથે 1908 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. તો ચાંદીનો વૈશ્વિક ભાવ 28.07 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેડ કરી રહ્યો હતો. 


ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો બુધવારે સાંજે એમસીએક્સ પર 4 જૂન 2021 વાયદા સોના ભાવ 168 રૂપિયાની તેજીની સાથે 49,035 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો 5 જુલાઈ 2021 વાયદા ચાંદીનો ભાવ આ સમયે 210 રૂપિયાના વધારા સાથે 72,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube