Gold Price Today: ચાંદીમાં મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું, 22 કેરેટ ગોલ્ડની કિંમત 45133
સોના-ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે. સોની બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ Gold Price Today 2nd June 2021 : સોના-ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે. સોની બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે ચાંદીના ભાવમાં 931 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો દેશભરની સોની બજારમાં આજે 24 કેરેટ ગોલ્ડની કિંમત મંગળવારના 49319 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મુકાબલે 47 રૂપિયા સસ્તી થઈને 49272 પર ખુલી હતી.
દિલ્હી સોની બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
વૈશ્વિક બજારોમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતમાં ઘટાડાને કારણે આજે દિલ્હીની બજારોમાં પણ સોનું 116 રૂપિયાના ઘટાડા સાથે 48772 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. આ જાણકારી એચડીએફસી સિક્યોરિટીએ આપી છે. આ પહેલા કારોબારમાં સોનું 48,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ પાછલા કારોબારના 72,127 રૂપિયા પ્રતિ કિલોગ્રામના બંધ ભાવના મુકાબલે બુધવારે 1291 રૂપિયા તૂટી 70836 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટાડા સાથે 1898 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું જ્યારે ચાંદીનો ભાવ 27.74 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિત રહ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ- બુધવારે કોમેક્સ કારોબારમાં સોનું 1898 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું, ત્યારબાદ સોનામાં નબળાઇ જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Corona ના સંકટ વચ્ચે પૈસાની જરૂર છે? મૂંઝાશો નહીં, PF માંથી આ રીતે લઈ શકશો એડવાન્સ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે 2 જૂન 2021ના દેશભરની સોની બજારોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રકારે રહ્યાં છે.
ધાતુ | 2 જૂનનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) | 1 જૂનનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ) |
Gold 999 (24 કેરેટ) | 49272 | 49319 | -47 |
Gold 995 (23 કેરેટ) | 49075 | 49122 | -47 |
Gold 916 (22 કેરેટ) | 45133 | 45176 | -43 |
Gold 750 (18 કેરેટ) | 36954 | 36989 | -35 |
Gold 585 ( 14 કેરેટ) | 28824 | 28852 | -28 |
Silver 999 | 71482 રૂપિયા પ્રતિ કિલો | 72413 રૂપિયા પ્રતિ કિલો | -931 રૂપિયા પ્રતિ કિલો |
મહત્વનું છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર આવી શકે છે. બુધવારે 23 કેરેટ ગોલ્ડની કિંમત 49075 રૂપિયા પર આવી ગઈ હતી. જ્યાં સુધી 22 કેરેટની વાત છે તો તેની કિંમત 45133 રૂપિયા અને 18 કેરેટની કિંમત 36954 રૂપિયા થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube