Gold Price: છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ઝડપી રેકોર્ડ બનાવનાર સોના અને ચાંદીમાં પણ આ મહિનાના અંતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર બંને કીમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સોનું રૂ.58,500 અને ચાંદી રૂ.71,000ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ આ પછી સોનું 3000 રૂપિયાથી વધુ અને ચાંદીમાં 8000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસનો ઘટાડો થયો હતો. હવે ફરી એકવાર બંને કીમતી ધાતુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

65,000 સુધી જવાનો અંદાજ 
નિષ્ણાતોના અંદાજ મુજબ આ દિવાળી સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળશે. નિષ્ણાતોએ સોનાની કિંમત રૂ. 65,000 અને ચાંદીની કિંમત રૂ. 80,000 પ્રતિ કિલો સુધી પહોંચવાની આગાહી કરી છે. છેલ્લા દિવસોમાં રૂ.58,500ની ઊંચી સપાટીએ પહોંચેલું સોનું ફરી ઊંચકાયું છે અને રૂ.58,000ની આસપાસ આગળ વધી રહ્યું છે. ચાંદીમાં પણ વેગ મળ્યો છે અને તે 67,000ની નજીક પહોંચી ગયો છે. વિશ્વ બજારમાં મંદી વચ્ચે સોના-ચાંદી બંનેમાં ઉતાર-ચઢાવનો સમય છે.


આ પણ વાંચો
માણસોને રીપ્લેસ કરી શકે છે ચેટજીપીટી!  ચેટબોટે પોતે જ કર્યો ખુલાસો
ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ જાહેર, સરકારી નોકરી માટે વધુ એક તક
વાહનોની જેમ મોબાઈલ ફોન માટે પણ આવી શકે છે 'સ્ક્રેપ પોલિસી', બદલામાં મળશે ડિસ્કાઉન્ટ!


આજના સોના ચાંદીના ભાવ 
સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સોનાના 24 કેરેટ ગોલ્ડ 10gramનો ભાવ 1630 રૂપિયા વધી 60370 પહોંચ્યો છે અને  22 કેરેટ ગોલ્ડ 10gramનો ભાવ 1500 રૂપિયા વધી 55350 રૂપિયા પહોંચ્યો છે..


સોનાનું વેચાણ કરવું હોય તો આ ખાસ યાદ રાખજો
સોનાનો કલર સમયની સાથે ફીકો પડે છે. પરંપરાગર રૂપથી જો કોઈ ગોલ્ડ વેચવા સોની પાસે જાય છે તો એસિડ ટેસ્ટની મદદથી તે જાણકારી મેળવવામાં આવે છે કે આ સોનું કેટલું શુદ્ધ છે અને તેની કિંમત કેટલી હોવી જોઈએ. તેવામાં અહીં વર્લ્ડ બેસ્ટ સ્ટાન્ડર્જનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તમારા ગોલ્ડની સાચી કિંમત મળે છે. 


અહીં XRF ટેક્નોલોજીનો ઉપયોગ શોનાની શુદ્ધતા ઓળખવા માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયાને પૂરો કરવામાં 60 મિનિટ જેટલો સમય લાગે છે અને  MMTCના સ્ટાફ તમને સોનાની સાચી શુદ્ધતા અને વજન જણાવે છે. અહીં 10 ગ્રામથી 3 કિલો સુધીનું વજન થાય છે.  વેચનારની સામે સોનાની ઓળખ કરવામાં આવે છે, વજન કરવામાં આવે છે, પછી મંજૂરી લઈને તેને ગરમ કરી બારના રૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. બારના રૂપમાં આવ્યા બાદ તેની શુદ્ધતાની ઓળખ XRF ટેક્નોલોજીની મદદથી થાય છે. બારના રૂપમાં પરિવર્તિત થયા બાદ સોનાની કિંમત ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરના રૂપમાં ગોલ્ડના રૂપમાં તમારા ખાતામાં ચાલી જાય છે. કે તમે એક્સચેન્જના રૂપમાં ગોલ્ડ બાર પાસે રાખી શકો છો. આ બારમાં લખેલું હશે 9999/ 999 / 995 કેટલું શુદ્ધ છે. તેના માટે થોડા ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે.


આ પણ વાંચો
Ind vs Aus 1st ODI: વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય, રાહુલે રંગ રાખ્યો
કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube