Gold Price Update: આજે કેટલી છે સોનાની કિંમત? જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડનો ભાવ
Gold and Silver Price: સોના ખરીદી પહેલા સોનાની કિંમતની તપાસ કરવી જોઈએ. તમે શહેરના ઘણા શો-રૂમમાં ભાવ પૂછી શકો છો. તમે ઘરે બેઠા એક મિસ્ડ કોલ દ્વારા પણ સોના-ચાંદીના નવા ભાવ જોઈ શકો છો.
નવી દિલ્હીઃ દેશભરમાં આ દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ખુબ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જેનાથી ઘણાના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે. જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારી પાસે સારી તક છે. સોનું આમ તો પોતાના હાઈ લેવલ રેટ પર વેચાઈ રહ્યું છે, તેમ છતાં તમે ખરીદી કરી પૈસાની બચત કરી શકો છો.
જાણકારી પ્રમાણે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે, તે પહેલાં તમારી પાસે ખરીદી કરવા માટે સારી તક છે. ખરીદી કરતા પહેલાં તમારે કેટલાક મહાનગરોમાં સોના-ચાંદીનો ભાવ જાણવો પડશે. તેથી તમારે જરૂર હોય તો તમે તુરંત ખરીદી કરી શકો છો.
ખરીદી કરતાં પહેલા જાણો સોનાનો ભાવ
સોનાના રેટમાં શનિવારે સવારો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં 22 કેરેટ સોનું શુક્રવારે 56830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે શુક્રવારે 56730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર નોંધાયું હતું. 24 કેરેટ સોનાનો ભાવ 59670 રૂપિયા જોવા મળ્યો હતો. તે આજે 59570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે.
આ પણ વાંચો- Post Office Schemes: આ 10 પોસ્ટ ઓફિસ સ્કીમમાં કરો રોકાણ, મળશે 8.2 ટકા સુધીનું વ્યાજ
આ સિવાય ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ જોવા મળી છે. મધ્ય પ્રદેશના સોની બજારમાં 80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાંદીનો ભાવ પહોંચ્યો છે. તો ચાંદીની કિંમત 80200 રૂપિયા જોવા મળી રહી છે.
જાણો 22 અને 24 કેરેટમાં શું અંતર હોય છે
બજારમાં 24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. આ સાથે 22 કેરેટ ગોલ્ડમાં 9 ટકા અન્ય ધાતુ જેમ કે તાંબુ. ચાંદી અને ઝિંક મિક્સ કરીને ઘરેણા તૈયાર થાય છે.
મિસ્ડ કોલથી જાણો સોનાનો નવો ભાવ
દેશની સોની બજારોમાં 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા સમયમાં તમને એસએમએસ દ્વારા નવો ભાવ જાણવા મળી જશે. તમે તેના દ્વારા તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવની જાણકારી પણ મેળવી શકો છો.
આ પણ વાંચો- Business Idea: માત્ર 5 હજાર રૂપિયામાં શરૂ કરો જોરદાર બિઝનેસ, છપ્પડફાડ થશે કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube