નવી દિલ્હીઃ પાછલા વર્ષે કોરોનાને કારણે 57100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉપલા સ્તરે પહોંચેલું સોનું બીજી લહેરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં સોનાની કિંમતમાં 2 હજાર કરતા વધુ વધારો થયો છે. કોરોના મહામારીના વધતા પ્રકોપ અને લગ્ન સમારહો જોતા કારોબારી સોનાની કિંમતમાં વૃદ્ધિનું અનુમાન લગાવી રહ્યાં છે. સોનાનો વાયદા ભાવની ઉચ્ચ સપાટી સાત ઓગસ્ટ 2020ના જોવા મળી હતી. આ સત્રમાં સોનાની વાયદા કિંમત આશરે 57100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંક્રમણના કેસમાં ઘટાડા અને અર્થવ્યવસ્થા સામાન્ય થવાના સમાચારો વચ્ચે માર્ચ 8, 2021ના સોનાનો ભાવ 44431 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો હતો. પરંતુ એકવાર ફરી કોરોના વધતા સોનું પણ વધવા લાગ્યું છે. જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, આપદાની સ્થિતિમાં રોકાણના મામલામાં સોનાને લોકો સૌથી સારૂ માને છે. જેમ કોરોના કેસ વધવા લાગ્યા સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે પ્રતિબંધોની શરૂઆત થતા રોકાણકાર શેર બજારથી દૂર થવા લાગ્યા છે, કારણ કે તેનું અનુમાન છે કે પ્રતિબંધોની ઇન્ડસ્ટ્રી પર અસર પડશે અને તેના કારણે શેરમાં ઘટાડો થશે. 


10 દિવસમાં 2 હજારથી વધુનો વધારો
સંક્રમણની તેજ ગતિને કારણે સોનાની કિંમતોમાં 10 દિવસની અંદર 2 હજાર રૂપિયા કરતા વધુનો વધારો થયો છે. એમસીએક્સ એક્સચેન્જ પર 4 જૂન 2020ના વાયદા સોનાનો ભાવ 30 માર્ચે  44,423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તો પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે આ સોનું 46,593 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. આ રીતે માત્ર 10 દિવસમાં સોનામાં 2170 રૂપિયાની તેજી જોવા મળી છે. 


આ પણ વાંચોઃ Post Office ની આ સ્કીમમાં રોજના 95 રૂપિયા જમા કરાવો, મેચ્યોરિટી પર મળશે 14 લાખ રૂપિયા


આ છે સોનાના ભાવ વધવાનું કારણ
જ્યારે પણ ભૂ-રાજકીય અસ્થિરતા આવે છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા હોય છે તો સોનું સેફ હેવન એસેટના રૂપમાં રોકાણકારોનું પ્રિય વિકલ્પ બની જાય છે તેના પરિણામ સ્વરૂપ ભાવમાં વધારો જોવા મળે છે. આ સિવાય વ્યાજદરોમાં ઘટાડો, વિભિન્ન અર્થવ્યવસ્થાઓમાં રાહત પેકેજ આવવા, મોંઘવારી વધતા, બેરોજગારીમાં વૃદ્ધિ અને આર્થિક ગતિવિધિઓમાં ધીમી રિકવરીને કારણે સોનામાં તેજી આવી છે. 2020માં પણ આ કારણોથી સોનામાં ઉછાળો જોવા મળ્યો હતો. હવે ફરી કોરોના બેકાબૂ બનતા ગ્લોબલ ઇકોનોમિક રિકવરીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રૂપિયો નબળો પડતા પણ ભારતમાં સોનાના ભાવ વધ્યા છે. 


જાણો શું છે ચાંદીની સ્થિતિ
ચાંદીની વાત કરીએ તો પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે એમસીએક્સ પર 5 મે 2021 વાયદા ચાંદીના ભાવમાં 518 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી 66,983 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. ચાંદીની કિંમતોમાં પણ છેલ્લા 10 દિવસમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 30 માર્ચે 63124 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આ રીતે માત્ર 10 દિવસમાં ચાંદીમાં  3,859 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી જોવા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube