નવી દિલ્હી: દેશમાં સોનું ખરીદવું વધુ મોંઘુ થઇ ગયું છે. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોઇ બિમારીના ડરની સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ચીનથી ફેલાયેલા કોરોના વાયરસના લીધે બજાર પર અસર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગમાં તેજી આવતાં ભારતમાં સોનું પોતાના સાત વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કોરોના વાયરસના લીધે સંભવિત નુકસાન જોતાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમેરિકા, ઇગ્લેંડ અને ફ્રાન્સના શેર બજારમાં રોકાણકારો કોરોના વાયરસની અસરને જોતાં સોનામાં રોકાણ કરી રહ્યા છે. તેની સીધી અસર ભારતમાં જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનું આજે 927 રૂપિયા મોંઘુ થયું છે. તેની કિંમતમાં 2.17 ટકાનો વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમત 43,593 રૂપિયા પર પહોંચી ગઇ છે. 


જાણકારોનું કહેવું છે કે યૂરોપમાં પણ બજારોની હાલત નબળી જોવા મળી રહી છે. ફ્રેકફર્ટ શેર બજાર 3.7 ટકા, લંડન સાડા ત્રણ ટકા, મેડ્રિડ 3.3 ટકા અને પેરિસ 3.8 ટકા તૂટ્યું છે. બ્રેંટ ક્રૂડ ઓઇલના ભાવમાં 4.1 ટકા જ્યારે ન્યૂયોર્કના વેસ્ટ ટેક્સસ ઇન્ટરમીડિએટ (WTI)નો ભાવ 4 ટકા સુધી ઘટી રહ્યો છે. તેના વિપરીત લંડન શરાફા બજારમાં સોનાનો ભાવ 1,689.31 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો. સોનાનું આટલું ઉંચું સ્તર 2013માં જોવા મળ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની અસરથી અત્યાર સુધી દુનિયમાં 2600 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત 80,000થી વધુ લોકો સંક્રમિત છે. ચીનમાં તમામ કારોબાર ઠપ્પ છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં વિભિન્ન ઉત્પાદકો પર ચીની અસર જોવા મળી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube