નવી દિલ્હીઃ Gold Latest Prices: સોનાની કિંમતોને લઈને તમામ અનુમાન આવતા રહે છે, પરંતુ એક Quadriga Igneo fund ને સંભાળનાર ડિએગો પૈરિલાની ભવિષ્યવાણીએ સનસની મચાવી દીધી છે. તેમનું માનવુ છે કે ગોલ્ડ આગામી ત્રણથી પાંચ વર્ષોમાં વધીને 3,000-5,000 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી શકે છે. આ તે લોકો માટે આંખોમાં ચમક પેદા કરનાર ખબર છે જે સોનામાં રોકાણ કરવા ઈચ્છે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહત પેકેજોથી નુકસાન વધુ
ફંડ મેનેજર ડિએગોના આ અનુમાનની પાછળ કારણ પણ મજબૂત છે. તેનું કહેવું છે કે સોનાની કિંમતો નવી ઉંચાઈ પર પહોંચી શકે છે. કારણ કે ઘણા દેશોમાં આપવામાં આવી રહેલા રાહત પેકેજથી સેન્ટ્રલ બેન્કોને થનારી મુશ્કેલી વિશે રોકાણકારોને વધુ જાણકારી નથી. આ તે ડિએગો છે જેણે આ પહેલા વર્ષ 2016માં અનુમાન વ્યક્ત કર્યું હતું કે સોનું પાંચ વર્ષોની અંદર એક નવી ઉંચાઈ પર પહોંચશે. 


આ પણ વાંચોઃ SBI ની Monsoon ધમાકા ઓફર, હોમ લોન પર પ્રોસેસિંગ ફી માફ  


ખતરનાક એસેટ બબલ બન્યા છે
સોનું પાછલા વર્ષે વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે 2,075.47 ડોલર પ્રતિ ઔંસના પોતાના અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ લેવલ સુધી પહોંચ્યું હતું. પરંતુ થોડા સમયથી તે 1800 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ફરી રહ્યું છે. તેણે કહ્યું કે ખરાબ મોનિટરી અને ફિસ્કલ પોલિસીને કારણે લાંબા ગાળે થનારા નુકસાન વિશે વધુ જાગરૂકતા નથી. વ્યાજદરો ઇરાદાપૂર્વક ઓછા રાખવાથી આવા એસેટ બબલ બનેલા છે જેના ફુટવા પર ભારે નુકસાન થઈ શકે છે અને ત્યારે કેન્દ્રીય બેન્કો માટે આવી સ્થિતિનો સામનો કરવા અને પરત સામાન્ય સ્થિતિમાં આવવું મુશ્કેલ થઈ શકે છે. 


કેન્દ્રીય બેન્કોની સ્થિતિ પર નિયંત્રણ નહીં
ફંડ મેનેજર ડિએગોનું કહેવુ છે કે અમેરિકામાં ફેડરલ રિઝર્વની પોલિસીને કડક કરવાનો સંકેત આપ્યા બાદ જૂન 2021માં સોનાની કિંમતોમાં ઘટાડો થયો હતો. ડિએગોનું માનવુ છે કે કેન્દ્રીય બેન્કોની સ્થિતિ પર આવુ નિયંત્રણ નથી, જેવું લોકો વિચારી રહ્યાં છે. પરિલ્લાએ કહ્યુ- મેં મારી આ વાત પર સ્પષ્ટ છું કે આગામી 3થી 5 વર્ષોમાં સોનાનો ભાવ 5 હજાર ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube