દિવાળી પહેલાં ફરી સસ્તુ થયું સોનું-ચાંદી, જાણો અમદાવાદમાં શું છે સોનાનો ભાવ
સોનું MCX પર ગત અઠવાડિયે પહેલા કારોબારી દિવસ 50,542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. શુક્રવારે સોનું 50,629 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. સોનાની કિંમતમાં ગત અઠવાડિ 297 રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધારો નોંધાયો હતો.
નવી દિલ્હી: દિવાળી પહેલાં પહેલાં સોના અને ચાંદી (Gold-Silver) ના ભાવમાં ફરી એકવાર ભારે ઘટાડો થયો છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 200 રૂપિયા નબળાઇ સાથે 50630 પર પહોંચી ગયું છે. ગત ટ્રેડિંગ સેશનમાં MCX પર ગોલ્ડ વાયદા 50839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે 50,552 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું ખુલ્યું છે.
MCX પર સોનું-ચાંદી
સોનું MCX પર ગત અઠવાડિયે પહેલા કારોબારી દિવસ 50,542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. શુક્રવારે સોનું 50,629 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. સોનાની કિંમતમાં ગત અઠવાડિ 297 રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધારો નોંધાયો હતો.
ચાંદીના ભાવમાં પણ લગભગ 1000 રૂપિયાનો ઘટાડો છે, MCX પર ચાંદી ડિસેમ્બર વાયદા 1000 રૂપિયા નબળાઇ સાથે 61492 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહ્યો છે. શુક્રવારે ચાંદીના ડિસેમ્બર વાયદામાં 116 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 62,499 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આ ચાંદીની કિંમત ગત અઠવાડિયાના પ્રથમ સપ્તાહે કારોબારી દિવસ સોમવારે 19 ઓક્ટોબરના રોજ એમસીએક્સ પર 61,462 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો. તે પહેલાં ગત સત્રમાં આ 61,676 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. આ પ્રકારે ચાંદીના ભાવમાં ગત અઠવાડિયે 823 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો હતો.
22 કેરેટ સોનાનો ભાવ | |
શહેર | ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
દિલ્હી-NCR | 49,410 |
મુંબઇ | 50,060 |
અમદાવાદ | 49,990 |
લખનઉ | 49,410 |
પટના | 50,060 |
તમારા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ | |
શહેર | ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
દિલ્હી-NCR | 52,900 |
મુંબઇ | 51,060 |
અમદાવાદ | 51,790 |
લખનઉ | 52,900 |
પટના | 51,060 |
સ્પોટ માર્કેટમાં સોના-ચાંદીનો ભાવ
India Bullion and Jewellers Association (IBJA)ની વેબસાઇટના અનુસાર અજે 24 કેરેટ સોનાનો ભાવ 50969 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે શુક્રવારે 51223 રૂપિયા હતો, એટલે કે આજે સોનું 254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ મળી રહ્યું છે, જ્યારે ચાંદીનો સ્પોટ બજાર ભાવ આજે 61193 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે. જ્યારે શુક્રવારે આ 62545 રૂપિયા પ્રતિ કિલો હતો. એટલે ચાંદી આજે 1350 રૂપિયા સસ્તી મળી રહી છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube