નવી દિલ્હી: સકારાત્મક વૈશ્વિક વલણની વચ્ચે માંગ વધવાની સાથે દિલ્હીના સર્રાફા બજારમાં શનિવારે સોનું 250 રૂપિયાના ઉછળીને 32,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોચ્યું હતું.  જ્યારે ઔધોગિક એકમોમાં સિક્કા નિર્માતાઓની માંગમાં આવેલી તેજીથી ચાંદી 800 રૂપિયાની તેજી સાથે 38,500 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ થયો હતો. બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશોમાં મજબૂતી દેખાતા ત્યાં પણ સોનાના ભાવોમાં તેજી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના ભાવમાં 10 ગ્રામે 250 રૂપિયાનો આવ્યો ઉછાળો 
દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા વાળા સોનામાં ક્રમશ: 250-250 રૂપિયાની તેજીની સાથે ક્રમશ: 32,350 રૂપિયા અને 32,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ સિવાય ગિન્ની 100 રૂપિયાની તેજી સાથે 25 હજાર રૂપિયા પ્રતિ 8 ગ્રામ થઇ ગયો છે. આ વચ્ચે, ચાંદીમાં પણ 800 રૂપિયા વધારીને 38,500 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીમાં આ સપ્તાહમાં 1,094 રૂપિયા ઉછળીને 38,300 રૂપિયા પ્રતિ કોલોગ્રામ કરી દેવામાં આવ્યા છે.


વધુ વાંચો...ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં રેમ્પ વોક કરશે મહેમાન, જાણો કોણ પહોંચ્યું


આ જ પ્રકારે ચાંદીના સિક્કા 1,000 રૂપિયાની તેજી સાથે ખરીદી 74 હજાર રૂપિયા અને વેચાણ 75 હજાર રબપિયા પ્રતિ સેંકડો પર માર્કેટ બંધ થયું હતું. વૈશ્વિક સ્તર પર ડોલર મજબૂત થવાની ન્યૂયોર્કમાં સોનું 1,247.46 ડોલર પ્રતિ ટ્રોય પર છે. જ્યારે ચાંદીમાં પણ તેજી સાથે 14.62 ડોલર પ્રતિ ટ્રોય થયા હતા.