Gold Prices India: ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી ભારતમાં કેટલો વધી શકે છે સોનાનો ભાવ, જાણો શું કહેવું છે તજજ્ઞોનું?
અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે ભારત સરકારે શુક્રવારે સોનાની આયાત પર ડ્યૂટી વધારી દીધી. જેના કારણે સોનાના ઘરેલુ ભાવમાં ઉછાળો નોંધાયો. ગત વર્ષે કરતા બિલકુલ ઉલ્ટુ આ વખતે ઈમ્પોર્ટ ડ્યૂટીને 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી.
Import Duty Hike On Gold: અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે ભારત સરકારે શુક્રવારે સોનાની આયાત પર ડ્યૂટી વધારી દીધી. જેના કારણે સોનાના ઘરેલુ ભાવમાં ઉછાળો નોંધાયો. ગત વર્ષે કરતા બિલકુલ ઉલ્ટુ આ વખતે ઈમ્પોર્ટ ડ્યૂટીને 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી.
ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી કોમોડિટી એક્સચેન્જ પર વૈશ્વિક દરોમાં નબળાઈ છતાં વાયદા બજારમાં સોનું 3 ટકા ઉછળીને 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું. ભારત પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટાભાગનું સોનું આયાત કરે છે અને ઘરેલુ ભાવ રૂપિયા ડોલર વિનિમય દર અને વૈશ્વિક દરોને બારીકાઈથી ટ્રેક કરે છે. સોના પર 3 ટકા જીએસટી પણ લાગે છે.
સોનાની ઘટે શકે છે માંગણી
જાણકારોનું કહેવું છે કે સોનાની કુલ આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધીને 16.25 ટકા થઈ ગઈ છે. જેમાં ઉપકર અને સેસ પણ સામેલ છે. જ્યારે માર્કેટના જાણકારોનું કહેવું છે કે ઘરેલુ ભાવમાં અચાનક ઉછાળાથી ભારતમાં સોનાની માંગમાં ઘટાડો જોવા મળી શકે છે. જો કે સરકારે આ પગલું મુખ્ય રીતે આયાતી સોનાની માંગણીને ઓછી કરવા માટે ઉઠાવ્યું છે. આ જાહેરાતના કારણે શુક્રવારે શરૂઆતી કારોબારમાં તાબડતોબ ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી 7.50 ટકા હતી ત્યારે કુલ આયાત ડ્યૂટી 10.75 ટકા (કૃષિ/ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપકર (2.50 ટકા) અને સમાજ કલ્યાણ અધિભાર (0.75 ટકા) હતો)હવે તે 16.25 ટકા થઈ ગયો છે. આ પ્રકારે 5.50 ટકાની ભાર વૃદ્ધિ થઈ છે. આ સિવાય હાલમાં 3 ટકા જીએસટી પણ લાગૂ છે જે આયાતી સોનાની કિંમતને અવ્યવહારુ બનાવે છે. ખાસ કરીને જ્યારે માંગણીમાં ઘટાડો હોય.
એમસીએક્સ પર ભાવ ઘટી શકે છે
બજાર વિશેષજ્ઞોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ પર દબાણ બનેલું છે જેના કારણે એમસીએક્સ પર સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કાલે એમસીએક્સ સોનામાં શરૂઆતમાં કારોબારમાં 2.50 ટકાથી વધુની તેજી જોવા મળી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણના કારણે કે જ્યાં સોનું 1800 ડોલર પ્રતિ ઔંસથી નીચે કારોબાર કરતું જોવા મળ્યું હતું, એમસીએક્સ ઉપર પણ ભાવ ઘટી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube