અત્યાર સુધી ક્યારેય આટલું મોંઘુ થયું નથી સોનું, આજે 41 હજારમાં 10 ગ્રામ પણ ખરીદી શકશો નહી
સોનાના ભાવ ભારતીય ઇતિહાસમાં આટલા મોંઘા ક્યારેય થયા નથી. જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાઇ જાવ. સોમવારે સોનાની કિંમતના તમામ રેકોર્ડ તોડી દીધા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ટકરાવથી ખાડી ક્ષેત્રોમાં સૈન્ય તણાવ વચ્ચે 6 જાન્યુઆરીથી સોનાના પ્રતિ દસ ગ્રામની કિંમત 41,096 થઇ ગઇ છે.
નવી દિલ્હી: સોનાના ભાવ ભારતીય ઇતિહાસમાં આટલા મોંઘા ક્યારેય થયા નથી. જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાઇ જાવ. સોમવારે સોનાની કિંમતના તમામ રેકોર્ડ તોડી દીધા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ટકરાવથી ખાડી ક્ષેત્રોમાં સૈન્ય તણાવ વચ્ચે 6 જાન્યુઆરીથી સોનાના પ્રતિ દસ ગ્રામની કિંમત 41,096 થઇ ગઇ છે. ભારતીય વાયદા વજાર મલ્ટી કોમોડિટી એક્સચેંજ એટલે કે એમસીએક્સ પર સોમવારે શરૂઆતી કલાકના કારોબાર દરમિયાન સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે.
જો વિજળી બિલ 1 લાખથી વધુ હોય તો તમારા માટે 'સહજ' નથી ઇનકમ ટેક્સ
અટકી રહ્યો નથી સોનાના ભાવમાં ઉછાળો
એક જાન્યુઆરીથી જ માર્કેટમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે લગભગ 39,000 પ્રતિ દસ ગ્રામથી શરૂઆત થઇ હતી. ગત શુક્રવારે પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત ઐતિહાસિક વધારા સાથે 40,000 રૂપિયાના આંકડાને પાર થઇ ગઇ હતી. પરંતુ સોમવારે તેની ગતિ યથાવત છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સ પર સોનાના ફેબ્રુઆરી કરારમાં સોમવારે 26.85 ડોલર એટલે કે 1.73 ટકાની તેજી સાથે 1,579.25 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર ચાલી રહ્યો હતો.
ફક્ત 20,000 રૂપિયાના બજેટમાં ફરી આવો વિદેશ, જી હાં આ સંભવ છે...
અમેરિકા અને ઇરાન વચ્ચે ટકરાવથી ખાડી ક્ષેત્રમાં પેદા થયેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ઇરાક પર પ્રતિબંધ લગાવવાની ચેતાવણી આપતાં ખાડી ક્ષેત્રનું સંકટ વધતું જાય છે, જેથી અનિશ્વિતતાની સ્થિતિ સર્જાઇ છે. જોકે સુરક્ષિત રોકાણ પ્રત્યે રોકાણકારોનું વલણ વધી રહ્યું છે. એટલા માટે ધાતુઓના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube