સોના-ચાંદી વિશે આવ્યાં મહત્વના સમાચાર, ખરીદવા ઈચ્છતા લોકો ખાસ વાંચે
સોના-ચાંદીના ભાવમાં શુક્રવારે રેકોર્ડ તેજી જોવા મળી. મહાશિવરાત્રિના અવસરે શુક્રવારે દિલ્હીનું સોનાચાંદી બજાર બંધ હતું પરંતુ વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. શુક્રવારે MCX પર સોનું 42,790ની સપાટીએ પહોંચ્યું. અત્રે જણાવવાનું કે છેલ્લા 3 મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 4500 રૂપિયા વધ્યાં.
નવી દિલ્હી: સોના-ચાંદીના ભાવમાં શુક્રવારે રેકોર્ડ તેજી જોવા મળી. મહાશિવરાત્રિના અવસરે શુક્રવારે દિલ્હીનું સોનાચાંદી બજાર બંધ હતું પરંતુ વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. શુક્રવારે MCX પર સોનું 42,790ની સપાટીએ પહોંચ્યું. અત્રે જણાવવાનું કે છેલ્લા 3 મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 4500 રૂપિયા વધ્યાં.
સોનાના ભાવમાં આટલી તેજી કેમ? આ છે 7 કારણ
1. કોરોના વાઈરસના કારણે ગ્લોબલ ગ્રોથની ચિંતા વધી
2. ગ્લોબલ ગ્રોથની ચિંતાથી સુરક્ષિત રોકાણની માંગ વધી.
3. સેન્ટ્રલ બેંકોની ખરીદી વધવાનું અનુમાન
4. 2020માં ફેડ દરોમાં સ્થિરતાના સંકેત
5. ગ્લોબલ રાજકીય સંકટથી પણ આગળ સપોર્ટ શક્ય
6. રૂપિયો નબળો પડતા ઘરેલુ બજારમાં તેજી વધુ
7. લગ્નોમાં સોનાની માંગ અને આગળ અક્ષય તૃતિયા પર હાઈ ડિમાન્ડ ફાયદો
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube